અમરેલી

હાલના કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઈકોસીસ રોગ માટેના ઈન્જેકશન તમામ સરકારી સરકારી હોસ્પિટલ તથા સી.એસ.સી. તેમજ પી.એચ.સી. કેન્દ્રોમાં આગોતરા આયોજન કરી ઉપલબ્ધ કરાવવા બાબતે મુખ્યમંત્રી તથા નાયબમુખ્યમંત્રી ને રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

 હાલ ગુજરાત ચાલી રહેલ COVID-19 મહામારી ની બીજી લહેર વચ્ચે  નવો મ્યુકોરમાઈકોસીસ રોગ ઉત્પન થયેલ છે જે કોરોના ની મહામારી વચ્ચે તમામ લોકો ત્રાહીમાંમ પોકારી ઉઠ્યા છે. જેમાં લોકો આ મહામારી થી આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. અને કંગાળ બનવા પામ્યો છે, ત્યારે ગુજરાતમાં નવો મ્યુકોરમાઈકોસીસ રોગ આવ્યો છે. જેમાં તમામ ગરીબ, અને મજુર વર્ગ,તેમજ આર્થિક રીતે નબળા લોકો ને પુરતા પ્રમાણ માં સારવાર લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ મ્યુકોરમાઈકોસીસ રોગ ને નિયત્રણ માટે આગોતરા આયોજન કરી ને LIPOSOMAL AMPHOTERICIN B INJECTION તમામ સરકારી સિવિલ, સી.એસ.સી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મફત માં દર્દી ને ઇન્જેક્શન મળી રહે.તેવી તાત્કલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે.આ ઇન્જેક્શન હાલમાં ક્યાંય મળતા નથી જેથી આ ઇન્જેક્શન તત્કાલ ધોરણે તમામ સરકારી હોસ્પિટલ ઉપલબ્ધ કરવાની માંગણી કરતા ધારાસભ્ય જેથી વર્તમાન સમયને ધ્યાને લઇ આગોતરા આયોજન ના ભાગરૂપે  તાત્કાલિક નિર્ણય  લઈને મ્યુકોરમાઈકોસીસ રોગ  માટેના ઈન્જેકશન તમામ સરકારી સિવિલ હોસ્પિટલો.  સી.એસ.સી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો  માં આ ઇન્જેક્શન નો જથ્થો ફાળવામાં આવેતો  સાનુકુળ પરિસ્થિતિનું નિર્માણ થશે. આમ સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રીને આગોતરા આયોજન નાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે આ ઈન્જેકશન ઉપલબ્ધ કરવા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે

Related Posts