ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ રિલિઝ બાદથી જ વિવાદોમાં સંપડાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ પર સૌથી વધુ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેને અપમાનજનક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા જણાવવામાં આવ્યા હતા. તેવામાં હવે ફિલ્મમાંથી વાંધાજનક ડાયલોગ્સ હટાવી દેવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા ડાયલોગ્સ અપડેટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ નવા ડાયલોગ્સ બોલતા રામ ભક્ત હનુમાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ખરેખર, જ્યારે ફિલ્મમાં રામાયણનો એવો ભાગ બતાવવામાં આવ્યો હતો જેમાં હનુમાનજીની પૂંછડીને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે મનોજ મુન્તાશીરે લખેલા ડાયલોગ્સ કંઇક આ પ્રકારના હતા – ઈન્દ્રજીત કહે છે ‘જલી ના? અબ તો ઔર જલેગી. બેચારા જિસકી જલતી વહી જાનતા હૈ. આ પછી, હનુમાનજીના ડાયલોગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હનુમાનજીના ડાયલોગમાં ‘બાપ’ શબ્દને લંકા સાથે બદલવામાં આવ્યો છે અને તેમનો નવો ડાયલોગ કંઈક આવો છે – ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી ઔર જલેગી તેરી લંકા હી’. આ ડાયલોગની એક ક્લિપ પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે મનોજ મુન્તાશીરે લખેલા ડાયલોગ્સને કારણે ફિલ્મને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણા લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
એટલું જ નહીં, છૈંઝ્રઉછ (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન) એ ઁસ્ મોદીને પત્ર લખીને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને તેને શરમજનક ફિલ્મ ગણાવીને તેને ર્ં્્ અથવા સેટેલાઇટ પર પણ રિલીઝ થતી અટકાવવી જાેઈએ. આ સિવાય ફિલ્મની ટીમ સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે. છૈંઝ્રઉછના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ ઁસ્ મોદીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે ‘ઁસ્ મોદીને વિનંતી છે કે આદિપુરુષ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવે, આ આપણી રામાયણ નથી. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનની માંગ છે કે ફિલ્મ આદિપુરુષની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ સ્પષ્ટપણે ભગવાન રામ અને હનુમાનનું અપમાન કરે છે. આદિપુરુષ હિન્દુ અને સનાતન ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘પ્રભુ શ્રી રામ ભારતમાં દરેક વ્યક્તિ માટે ભગવાન છે, ભગવાન રામ અને રાવણ પણ ફિલ્મમાં વીડિયો ગેમના કેરેક્ટર જેવા લાગે છે. તેના ડાયલોગ્સ પણ દુનિયાભરના ભારતીય લોકોને ઠેસ પહોંચાડી રહ્યા છે. અમે માનનીય વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ફિલ્મના સ્ક્રીનિંગ પર રોક લગાવે અને ભવિષ્યમાં તેને ર્ં્્ અથવા કોઈપણ પ્લેટફોર્મ પર રિલીઝ થતી અટકાવે.
Recent Comments