ગુજરાત

હાલોલની કિશોરીના દુષ્કર્મ કેસમાં મેડિકલ ચેકઅપમાં કિશોરી સાથે ખરાબ વ્યવહાર

પોલીસે કિશોરીને મેડિકલ ચેકઅપ માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મોકલી હતી. જ્યાં દુષ્કર્મની ઘટનાથી ડઘાઇ ગયેલ કિશોરીને હોસ્પિટલના સ્ટાફનો પણ વરવો અનુભવ થયો હતો. જેને પગલે કિશોરી ઊંડા આઘાતમાં સરી ગઈ હતી. કિશોરી સાથે કોઈપણ જાતની પ્રાઇવેસી જાળવ્યા વગર જાહેરમાં જ બનાવ અંગેના સવાલો કર્યા હતાં. સાથે કિશોરીને સુવા માટે કોઈ રૂમની વ્યવસ્થા ન કરાતાં કિશોરી અને તેની માતાએ કડકડતી ઠંડીમાં હોસ્પિટલના ફ્લોર પર રાત વિતાવી હતી. કિશોરી પર તેના જ બે મિત્રો દ્વારા ગેંગરેપ કરવાની ઘટનામાં કિશોરીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જવાતાં ત્યાં પણ તેને વરવો અનુભવ થયો હતો રાત્રે મહિલા પોલીસ સાથે મને મેડિકલ રિપોર્ટ માટે વડોદરા સયાજી હોસ્પીટલમા લઈ ગયા હતા.

આખો દિવસ માનસિક તાણમાં હતી. મને એવું હતું કે હોસ્પિટલમાં આવ્યા બાદ થોડું રિલેક્સ મળશે પણ ઉલ્ટાનું મારાં દુઃખમાં ના સહી શકાય તેવો વધારો થાય તેવું વર્તન થયું ડોક્ટર કોઈ વિષ્ણુ સોંલકી કરીને કોઈ હતું. એમને દર્દીઓની વચ્ચે બધાના સાંભળતા જાહેરમાં જ શું થયુ? કેવી રીતે થયુ? મારી પુછપરછ કરતા હું ડઘાઈ ગઈ હતી. પણ હિંમત કરીને મેં પણ જે મારી સાથે થયુ તે જાહેરમાં જ કહી દીધું. સોનોગ્રાફી પેહલા બે બોટલ પાણી પીતા મને બાથરૂમ લાગી. મેં પોલીસ ભાઈને કહેતાં તેમણે અંદર જઈ ડોક્ટરને કહ્યું તો તેમનું અપમાન કરી વારે ઘડીયે અંદર નહી આવાવવાનું કહી રોકી રાખશો તો કઇ મરી નઈ જવાય તેમ કહ્યુ હતું. અમને હતું કે રિપોર્ટ કર્યા પછી રૂમ-બેડ આપશે. પણ ખાલી નથી, થશે ત્યારે મળશે કેહતાં રાત્રે હું ને મારી મમ્મી ફ્લોર પર સુઈ ગયા. મોડી રાત્રે ૪.૩૦ વાગ્યે ખુબ ઠડી લાગતા મમ્મી એ મારાં પપ્પાને ફોન કરતા પપ્પાએ ફોન કરતા મકસુદ અંકલનો સન વસીમ બે કમ્બલ આપી ગયો, જે ઓઢી સુઈ ગયા.

મારી સાથે જાણે હું ગુનેગાર હોવ તેવો વ્યવહાર કરાયો. ભગવાન કોઈની સાથે આવું ન કરાવે.હાલોલની કિશોરીને તેના જ બે મિત્રો ર્નિમલ પટેલ રહે. હાલોલ અને હાર્દિક નટુભાઈ પંચાલ રહે. તરસાલીએ સુઆયોજિત કાવતરું રચી હાલોલથી કારમાં અપહરણ કરી વડોદરાના સમા ખાતે આવેલા વુડીજાેન્સ પીઝા ખાતે લાવ્યા હતાં. જ્યાં કિશોરીને કેફી પીણું પીવડાવી દીઘું હતું. ત્યારબાદ મોડી રાત્રે હરણી નજીકની હોટલના રૂમમાં લઈ જઈ કિશોરીની મરજી વિરુદ્ધ પીઝા રેસ્ટોરન્ટના સંચાલક હાર્દિક પંચાલે દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો તને અને તારા મા-બાપને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ કિશોરીને ર્નિમલ પટેલ સાથે મોકલી હતી. હાલોલના દાવડા પાસે ટ્રક પાછળ કાર ઉભી રાખીને ર્નિમલ પટેલે પણ કિશોરી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. આ બનાવમા હાલોલ શહેર પોલીસે બંને નરાધમો સામે જુદીજુદી ધારાઓ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમા બંનેને ઝડપી કાર્યવાહી કરી હતી.

Follow Me:

Related Posts