ગુજરાત

હાલોલ એસટી ડેપોની 40 બસો દાહોદ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફાળવતા મુસાફરો અટવાયા

હાલોલ એસટી ડેપોની અંદાજિત 40 ટકા જેટલી એસટી બસો દાહોદ ખાતે પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં ફાળવી દેવાતા મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા.

ગુરૂવારના રોજ દાહોદ ખાતે આદિવાસી સંમેલન હોય જેને સંબોધવા માટે પ્રધાનમંત્રી પધારવા ના હોવાથી જનમેદની એકઠી કરવા એસ.ટી બસોનો ઉપયોગ માં લેવા માં આવી રહ્યો છે. જે અંતર્ગત હાલોલ એસટી ડેપો ની ૨૩ બસ કાર્યક્રમમાં ફળવાઈ જતા ગરીયાલ , વરધરી, ખરેટી , વડોદરા- ઘોઘંબા, કોઠંબા , ગોધરા, સંજેલી, ટીંબા, મુવાડા તેમજ માંચી તમામ નાઇટ આઉટ બસો બંઘ રાખવાની ફરજ પડી હતી. જ્યારે સીંગપુર, સાવલી, માંચી, કરાડા, ઝોઝ, ડેસર, રામેશરા- અમદાવાદ, રતનપુર- અમદાવાદ તેમજ અડાદરા- અમદાવાદ તમામ ડે- આઉટ બસોના શિડયુલ બંધ રાખવાની ફરજ પડી હતી જેના કારણે હાલોલ એસટી ડેપો મુસાફરો નું પરિવહન સુવિધા સંચાલન કરવાની કામગીરી ખોટવાઇ ગઇ હતી. જ્યારે જાણવા મળતી માહિતી મુજબ હાલોલ એસટી ડેપો પાસે ૬૨ એસટી બસો દ્વારા ૬૨ શિડયુલ સંચાલિત કરવામાં આવે છે. જેમાંથી ૨૩ શિડયુલ બંધ રહેતા પરિવહન સેવા ખોટકાઈ ગય હોવાનું જાણવા મળે છે.

એક તરફ લગ્નગાળાની સિઝન બીજી તરફ વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો નોકરિયાત વર્ગ સવારમાં આ વિદ્યાર્થીઓને તેમજ નોકરિયાત વર્ગને એસ.ટી બસ ના મળતા તેઓના નિર્ધારિત સ્થાન પર પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. તેઓમાં એસટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ પરિસ્થિતિને લઈને મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો જેને લઇને ખાનગી વાહનચાલકોને ઘી કેળા થઇ ગયા હતા.

Related Posts