fbpx
ગુજરાત

હાલોલ બાપુનગરમાં રહેતા ૨૦ વર્ષીય આશાસ્પદ BBAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ચકચાર.

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ બાપુનગરમાં રહેતા અને પારુલ યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતાં ૨૦ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાના રૂમમાં પંખે લટકી જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે નગર ખાતે ચકચાર સાથે ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી જ્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે એડી નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બનાવની મળતી વિગત પ્રમાણે હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ બાપુનગરમાં રહેતા ભરતકુમાર મુકુંદલાલ સોનીનો 20 વર્ષીય પુત્ર ઓમકુમાર ભરતકુમાર સોની પારુલ યુનિવર્સિટી ખાતે બીબીએમાં અભ્યાસ કરતો હતો જેમાં રોજિંદા ક્રમ મુજબ ઓમકુમાર ગતરાત્રીના રોજ પોતાના મકાનમાં આવેલા નીચેના પોતાના રૂમમાં સુઈ ગયો હતો જ્યારે પરિવારજનો પણ જમી પરિવારને પોતાના રૂમમાં સુઈ ગયા હતા જે બાદ શુક્રવારે સવારે 7:45 વાગ્યાના સુમારે ઓમકુમાર ઉપરના માળે નાસ્તો કરવા ન આવતા તે હજુ સુધી સૂઈ રહ્યો હશે તેવું સમજી ઓમના માતા સંગીતાબેન પોતાના પુત્રને ઉઠાડવા માટે નીચેના ઓમના રૂમ પર ગયા હતા

જ્યાં રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સંગીતાબેને બૂમો પાડતા અંદરથી કોઈ જવાબ ન મળતા બાજુની બારીની તિરાડમાંથી અંદર જોતા ઓમ પંખા ઉપર ચાદર બાંધી તેનો બીજો છેડો પોતાના ગળામાં બાંધી ગળે ફાંસો લગાવેલ હાલતમાં જોવા મળતા સંગીતાબેન આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેમાં રૂમનો દરવાજો તોડી અંદર જઈ ઓમકુમારને પંખા પરથી નીચે ઉતારતા તે મરણ ગયેલ હાલતમાં હતો જેને જોઇ પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા અને તાત્કાલિક બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી આવી ઓમકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે ઓમકુમારની માતા સંગીતાબેનની ફરિયાદના આધારે બીબીએનો અભ્યાસ કરતા 20 વર્ષીય આશાસ્પદ યુવાન ઓમકુમાર ભરતકુમાર સોનીએ ગળે ફાંસો ખાઈ લઈ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવા અંગે એડી નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે ૨૦ વર્ષીય ઓમકુમાર ભરતકુમાર સોનીએ કોઈ કારણોસર પોતાની જીવનલીલા ટૂંકાવી લેતા માતા-પિતાએ પોતાના એકનો એક પુત્ર અને પરણીત બહેન રિયાએ પોતાના એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે જેને લઈ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જ્યારે બીબીએ જેવો ઉચ્ચ અભ્યાસ કરતા આશાસ્પદ યુવાનના આપઘાતના બનાવને પગલે નગર ખાતે ચકચાર સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

Follow Me:

Related Posts