અમરેલી જિલ્લો ખેતી પર નિર્ભર છે. અહી ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, ચણા સહિતનો પાક લે છે. ખેડૂતોને પાકને પિયત આપવામા ખાસ કરીને ઉનાળામા મુશ્કેલી પડે છે. હાલ જિલ્લામા અનેક ગામોમાથી ખેડૂતોએ નવા ચેકડેમ બનાવવા અરજી કરી છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. ત્યારે આ પ્રશ્ને કિસાન સંઘ દ્વારા રજુઆત કરવામા આવી છે.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઇ ભંડેરી દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે જિલ્લામા નવા ચેકડેમ બનાવવા માટે અનેક ગામોમાથી ખેડૂતોએ અરજી કરી છે. પરંતુ હજુ સુધી સર્વે સહિતની કામગીરી હાથ ધરવામા આવી નથી. ત્યારે તંત્ર દ્વારા તાકિદે નવા ચેકડેમ બનાવવા મંજુરી આપવામા આવે તેવી માંગણી કરવામા આવી છે. આ ઉપરાંત સરકારની 60-40 યોજનામા પણ અનેક ચેકડેમો તુટેલી હાલતમા છે. જેના કારણે ગામોમા તળ ઉંડા ઉતરી ગયા છે.
આ ઉપરાંત વધુમા જણાવાયું હતુ કે સરકારની 60-40 યોજનામા જુના અને તુટેલા ચેકડેમોનુ તાકિદે સમારકામ કરવામા આવે જેથી ચોમાસા દરમિયાન આ ચેકડેમોમા પાણી ભરી શકાય. તેમજ આ ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી પણ કરવામા આવે તે જરૂરી બન્યું છે. જિલ્લામા મોટાભાગે લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આેણસાલ ઉનાળુ વાવેતર પણ બમણુ થયુ છે. ચેકડેમોના નિર્માણ કરવાથી ખેતી લક્ષી પ્રગતિ આવકાર્ય છે
Recent Comments