હાલ કોરોના મહામારીને અનુલક્ષીને આંબરડી સફારી પાર્ક અચોક્કસ મુદ્દત સુધી બંધ
હાલ કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં ધારી ખાતેનો આંબરડી સફારી પાર્ક અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અંશુમન શર્માએ જણાવ્યું હતું કે વડી કચેરીની સૂચના મુજબ કોરોનાનું સંક્રમણ ખૂબ જ તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યું છે ત્યારે પાર્ક કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાની સૂચના મળી છે જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. પાર્ક શરૂ કરવાની સૂચના મળશે એટલે તુરંત જ અખબારો તેમજ અન્ય પ્રચાર પ્રસાર માધ્યમોથી જાહેર જનતાને જાણ કરવામાં આવશે.
Recent Comments