હાલ સ્વરાજ ની ચુંટણી અનુલક્ષી ને લોકોને ગુમરાહ કરી ખોટો જસ ખાટવાના પ્રયત્ન કરતા લીલીયા તાલુકા ભાજપ નાં આગેવાનો (માન ન માન મેં તેરા મહેમાન ) જેવો ઘાટ સર્જતા આગેવાનો સામે કટાક્ષ કરતા કોંગેસ અગ્રણી ભીખાભાઈ દેવાણી
તાજેતરમાં લીલીયા તાલુકાના પાંચતલાવડા થી હનુમાન (શાખપુર ) રોડ ને ધારાસભ્ય ની એસ.આર. ની ગ્રાન્ટ માંથી મંજુર કરાવી ને આ રોડ નો જોબ નબર મંજુર કરાવેલ છે, ભાજપના અગ્રણીઓ ને ખ્યાલ હશે જ કે એસ.આર. ની ગ્રાન્ટ જે તે ચુટાયેલા ધારાસભ્ય દ્વારાજ મંજુર થઇ શકે. તેમ છતાં હાલ પોતાની વાહ વાહ અને ખોટી વાહિયાત ની વાતો દ્વારા લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.નથી કોઈ તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત નાં સભ્ય તેમ છતાં ખોટા કાર્યકતા બનીને આ રોડ નું ખાતમૂહર્ત કરવા નીકળી પડતા સામે ખુલ્લો પડકાર ફેકતા ભીખાભાઈ દેવાણી જેમનું અસ્તિત્વજ ના હોય તેમ છતાં વરસાદ આવતા ડ્રાઉં ડ્રાઉં કરી ને કુદકા મારવા દેડકા નીકળી પડે તેમ આ સ્વરાજ ની ચુંટણી આવતાની સાથેજ ખોટ ડ્રાઉં ડ્રાઉં કરી લોકોને ભોળવી રહ્યા છે. અગાઉ આ વિસ્તારમાં ભાજપ ની સતા હતી ત્યારે આ રોડ કેમ મંજુર નાં કરવી શક્યા કે રોડ ને રીસ્ર્ફેન્સીગ કરવી શક્યા નથી તેઓ ખુદ પોતાની નીતિ જાણવા છતાં ખોટો જસ ખાટવા નીકળી પડ્યા છે, જેમાં જૂની કહેવત પ્રમાણે “ કુતરું ગાડા ની નીચે ચાલીને પોતે ગાડા નો ભાર ઉચકી રહ્યું છે “ ને ભાજપ આ કહેવત ને સાર્થક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને ભાજપ ની નીતિ મુજબ લોકોને ઉલટા ચશ્માં પહેરાવી ને સુકા ઘાસને લીલુ સાબિત કરવાના હવાઈતા મારતા ભાજપ અગ્રણીઓ. આમ આ રોડ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર માં દરખાસ્ત કરાવી ને તમના જોબ નંબર મંજુર કરાવેલ છે, ત્યારે તેમનો જસ ખાટવા નીકળી પડતા ભાજપી કાર્યકર્તાઓની સામે કટાક્ષ કરતા કોંગ્રેસ અગ્રણીશ્રી ભીખાભાઈ દેવાણી
Recent Comments