ગુજરાત

હાવતડ પ્રાથમિક શાળામાં આજે શાળાનો ૭૪ મો સ્થાપના દિવસ ઉજવ્યો

દામનગર  શ્રી હાવતડ પ્રાથમિક શાળામાં આજે  શાળાનો ૭૪ મો સ્થાપના દિવસ ઉજવ્યોહાવતડ પ્રાથમિક શાળાના જન્મદિવસની  ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે  ભવ્ય રીતે શાળાના બાળકો દ્વારા   વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને શાળા સ્થાપન દિન ની ઉજવણી કરવામાં આવી.
સાથોસાથ ધોરણ ૮. પૂર્ણ કરતા બાળકોનો વિદાય કાર્યક્રમ અને શાળાના બાળકોને શાળા પરિવાર દ્વારા બુક પેન પેડ કંપાસબોક્સ જેવી વિવિધ વસ્તુઓ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ  કાર્યક્રમમાં તાલુકાના બીઆરસી કો ઓર્ડિનેટર શ્રી સલીમભાઈ લોહિયા,સીઆરસી કો ઓર્ડિનેટર  શ્રી શૈલેષભાઇ વિસાણી,ઉત્કર્ષ મંડળ લાઠીના પ્રમુખશ્રી  રમેંશભાઈ પરમાર,તાલુકા શૈક્ષીક સંઘના મંત્રી શ્રી પીયૂષભાઈ વિરડીયા,દામનગર શાળા ન.૧ ના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ વાઘેલા ,ગામના તલાટી મંત્રી શ્રી અજીતભાઈ જાળીયા,એસએમસી અધ્યક્ષ અને સભ્યશ્રીઓ , સરપંચશ્રી,તથા ગામના અગ્રણીઓશ્રી તથા બહોળી સંખ્યામા ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ જોટંગિયા તથા શાળા પરિવાર  શિક્ષકો પ્રવિણાબેન વિસાણી,ધર્મિષ્ઠાબેન સુથાર,અર્ચનાબેન ત્રિવેદી, તુલશિભાઈ મકવાણાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.ગ્રામજનોએ ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી કીર્તિભાઈ ગોંડલીયા કર્યું હતું.શાળા પરિવાર દ્વારા સૌને ચા નાસ્તો કરાવવામાં આવ્યો.

Related Posts