દામનગર ના હાવતડ ગામે ભગવાન શ્રી શાલીભદ્રજી ના સંગ વૃંદાજી ના વિવાહ વિક્રમ સંવત ૨૦૭૯ કારતક સુદ -૧૧ ને શુક્રવાર તા.૪/૧૧/૨૨ ના રોજ ભગવાન શાલીભદ્ર સંગ વૃંદાજી નો ભવ્ય લગ્નોત્સવ યોજાશે હાવતડ ખાતે બાબુરામજી દેસાણી પરિવાર એવમ રામજીમંદિર પૂજારી પરિવાર અને સમસ્ત હાવતડ ગામ દ્વારા આયોજિત તુલસી વિવાહ માં પૂજારી શ્રો કાળુબાપુ હરિયાણી ને ત્યાં થી ભગવાન શાલીભદ્રજી ની જાન નું પ્રસ્થાન કારતક સુદ -૧૧ ને તા૪/૧૧/૨૨ ને શુક્રવાર ના સાંજ ના ૫-૦૦ કલાકે થઈ બાલવાડી બાબુરામબાપુ ને ત્યાં પધારશે ભવ્ય સ્વાગત સત્કાર સામૈયા થી ભગવાન ની જાન ના સત્કાર બાદ ભગવાન શાલીભદ્રજી સંગ વૃંદાજી ના ભવ્ય લગ્નોત્સવ યોજાશે તુલસી વિવાહ પ્રસંગે મંડપ મહુર્ત કારતક સુદ -૧૦ ને ગુરુવાર ના સવાર ના ૯-૩૦ કલાકે રાત્રી ના રાસોત્સવ હસ્ત મેળાપ સાંજ ના ૫-૦૦ મહાપ્રસાદ જાન વિદાય સહિત ના પ્રસંગો માં અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો દાતા શ્રી ઓ વરિષ્ઠ સાધુ સંતો ઉપસ્થિત રહેનાર છે.
હાવતડ ભગવાન શાલીભદ્રજી સંગ વૃંદાજી ના લગોત્સવ યોજાશે

Recent Comments