fbpx
રાષ્ટ્રીય

હાશ વજન ઓછો કરવાનો ઉપાય મળી ગયો… હવે સુતા સુતા પણ ઘટાડી શકાશે વજન, અપનાવો આ ટિપ્સ

હાશ વજન ઓછો કરવાનો ઉપાય મળી ગયો… હવે સુતા સુતા પણ ઘટાડી શકાશે વજન, અપનાવો આ ટિપ્સ

આજકાલ જો કોઈ મોટી સમસ્યા હોય તો તે છે વજન ઘટાડવો. દરેક લોકો વજન ઘટાડવા માટે મહેનત કરતા હોય છે. તેમ છતાં તેઓ વજન ઘટાડી શકતા નથી. ઘણા લોકો ખાવાનું બંધ કરીને તો વળી ઘણા લોકો ડાયેટ અને એક્સરસાઈઝ કરીને ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય છે.

તેમ છતાં ઘણા લોકોનો વજન ઘટતો નથી. ત્યારે આજે અમે આપને જણાવીશુ કે તમે સુતા સુતા પણ વજન ઘટાડી શકો છો. ચાલો જાણીએ આ સરળ ઉપાયો વિશે…

એક રિપોર્ટ અનિસાર જે લોકો એક કલાક જેટલુ વધારે ઉંઘે છે. તે લોકોને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર દરરોજ રાત્રે એક કલાકની વધુ ઊંઘ લેવાથી વધારે વજનવાળા લોકોને એક વર્ષમાં અંદાજે ત્રણ કિલો વજન ઘટાડી શકે છે. 

આ રિસર્ચ કરવામાં 21થી 40 વર્ષની ઉંમરના લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ 1 કલાક સુવાથી 270 કેલેરી અર્ન થાય છે. આ ઊંઘની પેટર્નની તપાસ પહેલા સ્માર્ટવોચ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ યૂરીનથી કેલેરીના સેવનને ટ્રેક કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચ બાદ જાણવા મળ્યું કે દરરોજ 1 કલાકથી વધુ સમય સુવામાં આવે તો 270 ઓછી કેલરીનું સેવન થાય છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે આવું કરવાથી એક વર્ષમાં 4 કિલો વજન ઘટાડી શકાય છે. 

આમ રિસર્ચ મુજબ 3 વર્ષમાં 12 કિલો વજન ઘટાડી શકાઈ છે

Follow Me:

Related Posts