હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના અમેરીકાનાં અન્ય બે કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં વધુ 33 લાખ રૂપિયાની સેવા થશે
08 જુલાઈ શુક્રવારે ન્યૂ જર્સી રાજ્યના વૂડ બ્રિજ શહેરમાં ઈન્ડીયન બીઝનેશ એશોશિએશન (IBA) દ્વારા આયોજીત જગદીશ ત્રિવેદીના હાસ્યના કાર્યક્રમમાં આશરે એક હજાર ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે IBA સંસ્થાના પ્રમુખ શ્રી ધીરેન અમીને પોતાના વતન પાદરા તાલુકાના સેજાકુવા ગામમાં કુલ ૧૧ લાખના ખર્ચે પોતાના માતુશ્રી શારદાબેન ચંદ્રકાન્ત અમીનના નામની શાળા બનાવવાની જાહેરાત કરી હતી
09 જુલાઈ શનિવારે શિકાગોમાં ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો સંસ્થા દ્રારા જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ દ્રારા સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માટે કુલ ૨૧ લાખ રૂપિયાનું દાન એકત્રીત થયું જે સંસ્થાના પ્રમુખ શ્રી હરીભાઈ પટેલ અને કમિટિ મેમ્બર નવીનભાઈ ધોળકીયા દ્રારા સાવરકુંડલા હોસ્પિટલને મોકલવામાં આવશે.
જગદીશ ત્રિવેદીએ બન્ને કાર્યક્રમોનો પોતાનો પુરસ્કાર આશરે ચાર લાખ રુપિયા પણ આ બન્ને સેવાયજ્ઞમાં અર્પણ કરેલ હતો.
Recent Comments