રાષ્ટ્રીય

હિંદુઓએ ભાષા, જાતિ અને પ્રદેશને બાજુ પર રાખીને એક થવું પડશે : RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનમાં ‘સ્વયંસેવક એકત્રીકરણ’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આરએસએસના વડાએ કહ્યું, ભારત હિન્દુ રાષ્ટ્ર છે. હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક વિવાદોને ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થવું જાેઈએ. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓ દરેકને પોતાના માને છે અને દરેકને ગળે લગાવે છે. આરએસએસના વડાએ ૩ હજાર ૮૨૭ સ્વયંસેવકોને સંબોધિત કર્યા. ઇજીજીના વરિષ્ઠ અધિકારીઓ રમેશ અગ્રવાલ, જગદીશ સિંહ રાણા, રમેશ ચંદ મહેતા અને વૈદ્ય રાધેશ્યામ ગર્ગ સહિત ઘણા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આરએસએસના વડાએ ૩ હજાર ૮૨૭ સ્વયંસેવકોને સંબોધિત કર્યા.

ઇજીજીના વરિષ્ઠ અધિકારીઓ રમેશ અગ્રવાલ, જગદીશ સિંહ રાણા, રમેશ ચંદ મહેતા અને વૈદ્ય રાધેશ્યામ ગર્ગ સહિત ઘણા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મોહન ભાગવતે કહ્યું કે, સમાજ એકલા વ્યક્તિઓ અને તેમના પરિવારોથી બનેલો નથી, પરંતુ વ્યાપક ચિંતાઓને ધ્યાનમાં રાખીને બને છે. આરએસએસની કાર્ય પદ્ધતિ વિચાર આધારિત છે. મોહન ભગતે સ્વયંસેવકોને સમુદાયોમાં સંપર્ક જાળવી રાખવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, સમાજને સશક્ત બનાવીને સમાજની ખામીઓને દૂર કરવાના પ્રયાસો કરવા જાેઈએ.

મોહન ભાગવતે કહ્યું કે અમારું ધ્યાન ન્યાય, આરોગ્ય, શિક્ષણ અને આર્ત્મનિભરતા પર હોવું જાેઈએ. તેમણે એમ પણ કહ્યું કે સ્વયંસેવકોએ હંમેશા સક્રિય રહેવું જાેઈએ અને પરિવારોમાં સંવાદિતા, પર્યાવરણીય જાગૃતિ, સ્વદેશી મૂલ્યો અને નાગરિકોની ચેતનાને પ્રોત્સાહન આપવું જાેઈએ, જે સમાજ માટે મૂળભૂત બાબતો છે. ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વિશે વાત કરતાં આરએસએસ વડાએ કહ્યું કે, ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા તેની તાકાત પર ર્નિભર છે. ઉપરાંત, વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તેમનું રાષ્ટ્ર મજબૂત હોય.

Related Posts