fbpx
ગુજરાત

હિંદુ મેરેજ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થવો જાેઈએ, જેમાં સપ્તપદી મેરેજને પૂર્ણ બનાવે છે : હાઈકોર્ટઅલ્હાબાદ હાઈકોર્ટે ફરિયાદના કેસની સમગ્ર કાર્યવાહીને રદ કરી

અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે સાત ફેરા અને અન્ય ધાર્મિક વિધિઓ વગર હિન્દુ મેરેજ માન્ય ગણી શકાય નથી. અલ્હાબાદ હાઈકોર્ટે ફરિયાદના કેસની સમગ્ર કાર્યવાહીને રદ કરી હતી, જેમાં પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ છૂટાછેડા લીધા વિના ફરીથી મેરેજ કર્યા છે અને તેથી તેને કાયદાકીય સજા થવી જાેઈએ. સાત ફેરાની વિધિ અને અન્ય ધાર્મિક વિધિઓ વિના હિન્દુ મેરેજ માન્ય નથી તેવું અવલોકન કરીને હાઈકોર્ટે એક કેસની કાર્યવાહીને રદ કરી દીધી છે, જેમાં એક વ્યક્તિએ આરોપ મૂક્યો હતો કે તેની છૂટી થયેલી પત્નીએ તેને છૂટાછેડા દીધા વિના બીજી સ્ત્રી સાથે મેરેજ કર્યા છે.

સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી આપતા હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું હતું કે, ‘એ સ્થાયી નિયમ છે કે મેરેજના સંબંધમાં ‘અનુષ્ઠાન’ શબ્દનો અર્થ યોગ્ય સમારોહ અને મેરેજની યોગ્ય રીતે ઉજવણી થાય છે. જ્યાં સુધી મેરેજ યોગ્ય રીતે સંપન્ન ન થાય, ત્યાં સુધી તે માનવામાં આવતા નથી. કોર્ટે કહ્યું કે, જાે મેરેજ માન્ય મેરેજ નથી, તો પક્ષકારોને લાગુ પડતા કાયદા અનુસાર, કાયદાની નજરમાં તે મેરેજ નથી. ‘સપ્તપદી'(સાત ફેરા) સમારંભ એ હિન્દુ કાયદા હેઠળ જરૂરી મેરેજના આવશ્યક ઘટકોમાંનું એક છે,

પરંતુ હાલના આ કેસમાં આ પુરાવાનો અભાવ છે. હાઈકોર્ટે હિંદુ વિવાહ અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૭ પર આધાર રાખ્યો હતો, જે મુજબ, હિંદુ મેરેજ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થવો જાેઈએ જેમાં સપ્તપદી (પવિત્ર અગ્નિને સાક્ષી તરીકે રાખી દુલ્હા અને વહુ દ્વારા આગના સાત ફેરા લેવા) મેરેજને પૂર્ણ બનાવે છે. સાતમો રાઉન્ડ મેરેજને પૂર્ણ અને બંધનકર્તા બનાવે છે. ૨૧મી એપ્રિલ, ૨૦૨૨ના સમન્સના આદેશ અને અરજદાર પત્ની વિરુદ્ધ મિર્ઝાપુર કોર્ટમાં પેન્ડિંગ ફરિયાદ કેસમાં આગળની કાર્યવાહીને રદ કરતા કોર્ટે કહ્યું, ફરિયાદમાં પણ સપ્તપદીનો કોઈ ઉલ્લેખ થતો નથી.

તેથી, આ હાઈકોર્ટની વિચારે પ્રથમ અરજદાર સામે કોઈ ફોજદારી કેસ કરવામાં આવતો નથી કારણ કે બીજા મેરેજનો આરોપ પાયાવિહોણો છે. પિટિશનર સ્મૃતિ સિંહના મેરેજ ૨૦૧૭માં સત્યમ સિંહ સાથે થયા હતા, પરંતુ સંબંધોમાં સારાન હોવાને કારણે તેણે સાસરિયાનું ઘર છોડી દીધું હતું અને દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવતો કેસ નોંધાવ્યો હતો. તપાસ બાદ પોલીસે પતિ અને સાસરિયાં વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં સત્યમે તેની પત્ની પર બીજા મેરેજનો આરોપ લગાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી કરી હતી. આ અરજીની સર્કલ ઓફિસર સદર, મિર્ઝાપુર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને સ્મૃતિ સામેના બીજા મેરેજના આરોપો ખોટા હોવાનું જણાયું હતું. સત્યમ સિંહે તેની પત્ની વિરુદ્ધ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના ??રોજ ફરિયાદ નોંધાવી હતી, તેમા આરોપ લગાવ્યો કે તેણી પત્નિએ બીજા મેરેજ કર્યા છે. ૨૧ એપ્રિલ ૨૦૨૨ના રોજ, મિર્ઝાપુરના સંબંધિત મેજિસ્ટ્રેટે સ્મૃતિને સમન્સ પાઠવ્યું હતું. સ્મૃતિએ સમન્સના આદેશ અને ફરિયાદ કેસની સમગ્ર કાર્યવાહીને પડકારતી હાલની અરજી અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ કરી હતી.

Follow Me:

Related Posts