fbpx
રાષ્ટ્રીય

હિંમતનગરના ખેડૂતે ઇઝરાયલ ટેકનોલોજીની મદદથી ખેતી કરી, વાર્ષિક કરોડોની કમાણી

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપાના ખેડૂતે ઈઝરાયલ ટેકનોલોજી ની મદદ થી ૧૦૦ એકર જમીન ઉપર જેટલું ઉત્પાદન લઈ શકાય તેટલું ઉત્પાદન માત્ર એક એકર જમીનમાંથી લઈ નવી સિદ્ધિ હાંસલ કરી છે જેના પગલે સમગ્ર વિસ્તારના ખેડૂતો પણ હવે ઈઝરાઈલ ટેકનોલોજી તરફ વળી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ તેમજ સૌથી પહેલો ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત હળદર ની ખેતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામે શરૂ કરી છે જેના પગલે ખેડૂત ની કરોડોની આવક થવા પામી છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો હળદર ની ખેતી માટે પ્રકાસની જરૂરિયાત સામાન્ય રહેતી હોય છે તેવા સમય-સંજોગો રૂપાલ ગામના ખેડૂતે ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત 100 એકર જમીનમાં હોવાથી હળદરને માત્ર એક એકરમાં વાવી આવક તેમજ ઉત્પાદનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે વાત કરવામાં આવે તો ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામે ખેડૂતે હળદર ની ખેતી માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કર્યો છે જેમાં અલગ અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે સામાન્ય સંજોગો એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતા ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત મળી શકે છે. આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રિપ એરીગેશનથી ઉપીયોગ કરવામાં આવ્યો છે જેથી ઓછા પાણી માં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આ ટેક્નોલોજીથી પાણી મજુરી વીજળી તેમજ જમીનનો પણ બચાવ થાય છે સાથોસાથ જેથી પાક પણ વિશિષ્ટ સ્વરૂપે પ્રાપ્ત થઇ શકે છે અને બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ મળી શકે છે સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ 50 થી 60 ટન હળદરનું ઉત્પાદન થાય છે જ્યારે ઇઝરાયેલ ટેકનોલોજી ને પગલે 600 ટન થી વધારે નું ઉત્પાદન મેળવી શકાય છે, જેના પગલે એક એકર જમીનમાંથી ત્રણ કરોડથી વધારેની આવક ખેડૂત મેળવી શકે છે જેના પગલે આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપા ના ગ્રીન હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે જોકે સ્થાનિક ખેડૂતનું માનીએ તો ભારતના પ્રધાનમંત્રીની 2022માં ખેડૂતોની આવક બમણી કરવા ના નિર્ધાર ને ઇઝરાયેલ ની ટેકનોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે એક તરફ દિન-પ્રતિદિન ખેડ ખાતર ને પાણી મોંઘા થઈ રહ્યા છે તેવા સમય-સંજોગ ઇઝરાયેલ ટેકનોલોજી ખેતી કરવા માટે ગ્રીનહાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા ખેડૂત માટે શક્ય નથી ત્યારે આ મામલે ખેડૂતો ગાંભોઈ ના રૂપાલ કંપા ના ગ્રીનહાઉસની મુલાકાત લઇ ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે. જોકે ઈઝરાયલ ટેકનોલોજી સામાન્ય ખેડૂત માટે મોંઘી થઈ પડે તેમ છે ત્યારે સો એકર માંથી મેળવાતું ઉત્પાદન એક એકર માંથી મળી શકે તેમ હોવા છતાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે વિશેષ સહાય આપવામાં આવે તો ભારતના પ્રધાનમંત્રી ના સ્વપ્નને સાકાર કરી શકાય તેમ છે.

હાલમાં આ મામલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં તંત્ર ઊંઘવું છે ત્યારે 2022 સુધીમાં કિસાનોની આવક ડબલ કરવા નું સ્વપ્ન સાર્થક કરવા તંત્ર દ્વારા વિશેષ પ્રયાસની જરૂરિયાત છે તેવું ખેડૂતો માની રહ્યા છે જોકે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ કોરોના મહામારી ને પગલે છેલ્લા કેટલાક સમયથી હળદરનું વાવેતર તેમજ વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે તેમજ ઓર્ગેનિક ગુણધર્મો ધરાવતી હળદર રોજબરોજના જીવનમાં સહિત સૌંદર્ય પ્રસાધનોમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે જેના પગલે આગામી સમયમાં પણ તેનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે જોકે રૂપાલ કંપા ના ખેડૂતે કરેલી ક્રાંતિ હાલના તબક્કે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પણ એક અદ્ભુત ઉદાહરણ છે જે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે જોકે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતે કરેલો પ્રયાસ ગુજરાતના અન્ય ખેડૂતો માટે કેટલો પ્રેરણા સ્તોત્ર બને છે તે પણ મહત્વનું બની રહેશે

Follow Me:

Related Posts