ગુજરાત

હિંમતનગરના બળવંતપુરા રેલવે ફાટક પાસેથી લાશ મળી, એ ડીવીઝન, રેલવે પોલીસ સ્થળે પહોંચી

હિંમતનગરમાં રાત્રે રિલાયન્સ મોલ પાછળના રેલવે ફાટક પાસે એક યુવાનની લાશ મળી હોવાની જાણ થતા જ રેલવે પોલીસ અને એ ડિવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાનની લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે રાત્રે હિંમતનગરથી ઉદેયપુર જતી ટ્રેન સાથે કોઇ અજાણ્યો યુવાન ટકરાઇ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોએ રેલવે પોલીસ અને હિંમતનગર એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચીને મૃતક યુવાનનું કયાં કારણોસર મોત નિપજ્યુ હતુ, તેની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક યુવાનની લાશને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલવામાં આવી હતી. જે અંગે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts