સાબરકાંઠાના હિંમતનગરના એક ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર પલટી જતાં એક વ્યક્તિનું મોત થયુ છે અને બીજા લોકો ઘાયલ થયા હતા. વહેલી સવારે જૈન મંદિર સામે કાર વીજ થાંભલા સાથે ટકરાઈ પલટી ગઇ હતી. વડાલીથી હિંમતનગર આવતા સમયે અકસ્માત સર્જાયો હતો. ફાયર વિભાગે કારના પતરા કાપી મૃતક યુવાન સહિત ત્રણને બહાર કાઢ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત બે યુવાનો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

Recent Comments