હિંમતનગરની શોભા યાત્રામાં પથ્થરમારાના કેસમાં 12 આરોપીઓની 16 એપ્રિલ સુધી રીમાન્ડ મંજૂર

હિંમતનગરની શોભા યાત્રામાં પથ્થરમારાના કેસમાં 12 આરોપીઓની 16 એપ્રિલ સુધી રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 9 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી તેમને હિંમતનગરમાં ફેરવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ અધિકારીઓ સાથે બેઠક ગઈ કાલે જ યોજી હતી અને બેઠકમાં દોષિતો સામે આકરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. રાજ્ય પોલીસ વડા આશિષ પટેલે જણાવ્યું હતું કે હિંમતનગરમાં જો જરૂર જણાશે તો ગુજરાતી એ ટી એસની પણ મદદ લેવામાં આવશે. બપોરની બેઠક બાદ હિંમતનગર, આણંદમાં થયેલી ઘટનામાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ લીધેલા પગલા નો રિપોર્ટ પણ આ બેઠક ની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે. હિંમતનગર ની અંદર અત્યારે હિજરત શરૂ થઈ ગઈ છે જેમાં પરિવારો પણ હિજરત કરી રહ્યા છે જે રીતે ભારે પથ્થરમારો ના પેટ્રોલ બોમ્બના કારણે ભારે ફફડાટ ફેલાયો છે. જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
Recent Comments