ગુજરાત

હિંમતનગરમાં કુબેર ધામ હનુમાનજીએ હનુમાન ચાલીસાના સાત લાખ પચીસ હજાર જાપ કરવાની પહેલ અનોખી રીતે કરાઈ

હિંમતનગરમાં આવેલા રિલાયન્સ મોલની સામે કુબેર ધામ હનુમાનજીએ હનુમાન જયંતીના પાવન અવસર નિમિત્તે મંદિર ટ્રસ્ટી રૂદ્રેશભાઈ રાવલ દ્વારા હનુમાન ચાલીસાના સાત લાખ પચીસ હજાર જાપ કરવાની પહેલ અનોખી રીતે કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાની કીટોને ગામેગામ વિતરણ કરી લોકોને જાપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. મંદિરના સ્થાપક રૂદ્રેશભાઈ રાવલનું કહેવું છે કે,હનુમાન જયંતીના પંદર દિવસ અગાઉથી હનુમાન ચાલીસાની કીટ સહિત રક્ષા પોટલી અને ભગવાનના ચરણમાં ધરાવેલા ચોખા સહિતની કીટ હિંમતનગર તથા ઇડર તાલુકાના દરેક ગામોમાં જઈને ઘરે ઘરે લોકોને વિતરણ કરી લોકોને હનુમાન ચાલીસાના જાપ કરવા માટે કહેવામાં આવ્યું.

અને આપેલ કીટમાં ૧૫ દિવસની તારીખનું પણ ટાઈમ ટેબલ હતું જેમાં દરેક તારીખના સામે રોજ પરીવાર દ્વારા કરવામાં આવેલા જાપની સંખ્યા લખવાનું કહેવામાં આવ્યું હતુ. દરેક પરીવાર પાસેથી તેમનો મોબાઈલ માર્ફતે હનુમાન જયંતીના દિવસે ફોન પર હનુમાન ચાલીસાનો જાપ કર્યાની સંખ્યા જણાવવાની રહેશે. આ પ્રકારે હનુમાન ચાલીસાની કીટ ગામેગામ વિતરણ કરી લોકો પાસે હનુમાન ચાલીસાના જાપ કરાવવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. જેને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ પઠન કરી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. ભક્તોએ સારા ભાવથી પૂર્ણ કર્યું અને મહાબલીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Related Posts