હિંમતનગરમાં પીવાના ગંદા પાણીની નગરપાલિકામાં ફરિયાદ, પાલિકાએ ખોદકામ કરી સમસ્યા ઉકેલી

હિંમતનગર શહેરના વોર્ડ નં-૭ના સહકારી જીન વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાને લઈને રહીશોએ નગરપાલિકામાં ફરિયાદ કરી હતી. તો પાલિકાએ ખોદકામ કરી સમસ્યા ઉકેલ્યું હતું, પરંતુ ફરિયાદને લઈને પાલિકા પ્રમુખે આજે સવારે વિસ્તારમાં પહોંચી પાણીના બે સેમ્પલ લીધા હતા. હિંમતનગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-૭માં આવેલા છાપરિયા અને સહકારી જીન વિસ્તારના પીવાનું પાણી ગંદુ આવતું હોવાની રાવને લઈને ત્રણ દિવસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ફરિયાદ કરી હતી. જેને લઈને પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન આસપાસ ખોદકામ કરવામાં આવ્યું હતું અને સમસ્યાનો નિકાલ કરાયો હતો, પરંતુ ફરીથી રાયકાનગર અને અનંત વિહાર સોસાયટીના રહીશોએ પાંચથી વધુ બાળકો બીમારીમાં સપડાતા પાલિકામાં ફરી રજૂઆત કરવામાં આવી હતી.
સવારે રહીશોની રજૂઆતને લઈને પાલિકા પ્રમુખ યાતીનીબેન મોદી, સ્થાનિક સદસ્ય અને વોટર વર્કસ વિભાગ અનંત વિહાર સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કર્યા બાદ પાણીનું સેમ્પલ લીધું હતું. ત્યારબાદ રાયકાનગરમાં પણ વોટર વર્કસ વિભાગે પાણીનું સેમ્પલ લીધું હતું. આ અંગે હિંમતનગર નગર પાલિકાના પ્રમુખ યતીનીબેન મોદીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની ફરિયાદને પગલે સમસ્યાનો ઉકેલ કરી દેવાયો હતો, પરંતુ રાત્રિ દરમિયાન ફરીથી ફરિયાદ કરતાં આજે સવારે બે સ્થળની મુલાકાત લઈને બે પાણીના સેમ્પલ લીધા છે અને આજે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ જે સ્થળની મુલાકાત લીધી ત્યાં પાણી જાેયું તો ચોખ્ખું હતું, પરંતુ હવે રીપોર્ટ આવે ત્યારે ર્નિણય લેવાશે.
Recent Comments