હિંમતનગરમાં ફાયર વિભાગની ફ્લેગ માર્ચ યોજી મુંબઈ ફાયર બ્રિગેડના શહીદ થયેલા ૬૬ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીને સાત દિવસના અગ્નિ સેવા સપ્તાહનો પ્રારંભ
હિંમતનગરસાબરકાંઠા જિલ્લાના પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી હિંમતનગરમાં પણ ફાયર વિભાગની ફ્લેગ માર્ચ યોજાઈ હતી હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગે શુક્રવાર ૧૪ એપ્રિલ એટલે ફાયર શહીદ દિવસની યાદ કરી હતી શહેરના છાપરીયાના ખડબચિયા તળાવ ખાતે આવેલ ફાયર સ્ટેશનથી નગરપાલિકા પ્રમુખ તથા ફાયર ચેરમેને ફ્લેગ માર્ચને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ ફ્લેગ માર્ચ ફાયર સ્ટેશનથી શરૂ થઈ હતી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી ને છાપરીયા માં પરત થતા દોઢ કલાકે ફાયર સ્ટેશનને પૂર્ણ થઈ હતી આ અંગે ફાયર વિભાગના દિગ્વિજયસિંહજી ગઢવી તથા તમામ ફાયર સ્ટાફ સહિત શહીદ દિવસ દરમિયાન શહીદ થયેલા ફાયર જવાનો જે ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ ઇંગ્લેન્ડ થી મુંબઈ આવેલા જેમના વિક્ટોરિયા યાર્ડ ખાતે લાંઘરેલા જહાજ માં એકાએક આગ લાગી હતી તે દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડ ના ના ૬૬ કર્મચારીઓ શહીદ થયેલા તે દિવસથી ૧૪ એપ્રિલે ફાયર શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને લઇને હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ એ ફાયર ફ્લેગ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી
Recent Comments