fbpx
ગુજરાત

હિંમતનગરમાં SPG એ ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા તોડી પાડવાની ઘટના મામલે આવેદન પત્ર

મધ્યપ્રદેશ ઉજજૈનના માકડોન ગામે અસામાજિક તત્વો એ સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર થી તોડી પાડી હતી. આ ઘટના બાદ દેશભરમાં તેના પ્રત્યાઘાતો જાેવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આ ઘટનાને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ માટે જીઁય્ એ આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. માકડોન ગામે પ્રતિમાને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારથી પ્રતિમાને ખંડિત કરી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કૃત્ય કરનારા આરોપીઓને ઝડપી લઈ ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી આવેદન પત્ર હિંમતનગર ખાતે આપવામાં આવ્યું હતુ. જેમાં પાટીદાર યુવાનો એકઠા થઈ આવેદન પત્ર આપીને આરોપીઓને કડકમાં કડક સજાની માગણી કરી હતી.

Follow Me:

Related Posts