હિંમતનગર એલસીબીએ ચોરીના બાઈક સાથે ઈસ્મની ધરપકડ કરી

હિંમતનગર એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બાતમી મળી હતી કે રાજસ્થાનની બાઈકો ચોરી કરવાવાળો શખ્સ આવી રહ્યો છે. જેને લઈને હિમતનગરના ધાણધા રેલ્વે ફાટક એલસીબી વોચમાં હતી. દરમિયાન નંબર વગરની બાઈક સાથે આવેલા શખ્સને ઉભો રાખી પૂછ પરછ કરતા રાજસ્થાનના ઉદેપુર જીલ્લાનો ખેરવાડા તાલુકાના ઉખેડીમાં મંગળીફળામાં રહેતો ૨૧ વર્ષીય અરવિંદ બાબુભાઈ ડામોર હોવાનું જણાવ્યું હતું. જેની પાસેની નંબર વગરની બાઈકના પુરાવા માગતા ન હતા. પોલીસે ચોરીના ગુનાઓ અને પોકેટ કોપની મદદથી તપાસ કરતા અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાઇ હતી.
તો વધુ તપાસ હાથ ધરતા અરવિંદ ડામોરે સાગરિત કિસન માવજી ડામોર સાથે મળી બીજું પણ એક બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. અરવિંદ ડામોર પાસેથી ચોરીના બે બાઈક ઝડપી લઈને ભિલોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.હિમતનગરમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનની બાઈક ચોરી કરવા વાળો ચોરીની નંબર વગરની બાઈક લઇ ઇડરથી હિંમતનગર આવે છે. જેને એલસીબી હિમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીકથી ઝડપી લીધો.
Recent Comments