એન્ટિ કરૂપશન બ્યૂરો (એસીબી) દ્વારા છેલ્લા ઘણા દિવસો લાંચિયા અધિકારીઓ પર જાણે ફૂલ એક્શનમાં કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે, હિંમતનગરના ગઢા ગ્રામ પંચાયતના તલાટીની પણ એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી હતી. ગઢા ગ્રામ પંચાયતના તલાટી એ રૂ.૫૦૦ ની લાંચ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અપાવવા ફરિયાદી પાસે માંગ્યાં હતા.
આ કેસમાં ફરિયાદીએ શૌચાલય બનાવ્યા હતા અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. જેની સહાય પેટે રૂ.૧૨,૦૦૦ મળતા હતા. આ રકમ ખાતામાં જમા કરાવવા માટે ગઢા ગ્રામ પંચાયતના તલાટી જીતેન્દ્ર કુમાર ઝેડ પટેલે રૂ.૨૦૦૦ ની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ પટેલને ૧૫૦૦ રૂપિયા આપ્યા હતા. જોકે બાકીની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંદાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ગઢા ગ્રામ પંચાયત કચેરીમાં ટ્રેપ ગોઠવીને લાંચ લેતા તલાટીને રંગે હાથ ઝડપી લીધો હતો અને ધરપકડ કરી હતી.
Recent Comments