અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા આઠ આશાસ્પદ યુવાનો હિંમતનગર ગયા હતા અને પરત ફરતી વખતે હાઈવે પર તેમની કાર એક ટ્રેલર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૭ યુવાનોના કરુણ મોત નિપજયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરાં ગેસ કટરની મદદથી કાપવાં પડ્યાં હતા અને મરુતદેહો બહાર કાઢી શકાયા હતાં.પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ પાંચહજારની (૧,૦૫૦૦૦ )ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
હિંમતનગર પાસે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

Recent Comments