હિંમતનગર શહેર હવે પાણીની ટાંકીના ઢાંકણાઓ ની ચોરીના બનાવવાની વિગત બહાર આવી રહી છે વહેલી પરોઢે હિંમતનગર સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર સોસાયટીમાં ઘર ના કમ્પાઉન્ડમાં આવેલા પાણીના ટાંકાની ઢાંકણાઓની ચોરી કરવા આવેલા બે શખ્સો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે જાણવા મળે છે કે એક ચોર ઘરની બહાર ચોકી કરે જ્યારે બીજાે ઘરના કમ્પાઉન્ડમાં આવેલ પાણીની ટાંકીના ઢાંકણા ની ચોરી કરતો હતો આ ઢાંકણાઓ લોખંડ અને બીડ ના હોવાથી ચોરી કરતા હતા આ સોસાયટીમાં બે મકાન સહિત એવા સાત મકાનો ના ઢાંકણાઓની ચોરી થવાની વિગતો બહાર આવી છે લો કરો વાત હવે ચોર પણ ટાંકીના પાણીના ઢાંકણા પણ ચોરવા લાગ્યા છે આ ઘટના બનતા સોસાયટી વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા અને ચર્ચાઓ કરતા હતા કે હવે તો ટાંકીના પાણીના ઢાંકણા પણ સલામત નથી
હિંમતનગર શહેરમાં પાણીની ટાંકીના ઢાંકણા ચોરીની ઘટના બંને શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ

Recent Comments