ગુજરાત

હિંમતનગર હાઈવે પર ઈનોવા કાર ઠોકાવાથી દુર્ઘટનામાં ૭ના મોત અને ૧ ઘાયલ થયાં

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. સાબરકાંઠા જિલ્લાના હિમંતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. હિંમતનગર હાઈવે પર વહેલી સવારે એક કાર ટ્રેલરના ભાગમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ ૭ લોકોના મોત થયા જયારે ૧ની હાલત વધુ ગંભીર છે. શામળાજીથી અમદાવાદ આવતી ઇનોવા કારનો હિમંતનગર હાઈવે પર સહકારી જીન નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર પાછળ ઘૂસનાર કાર નો કચ્ચરગાણ નીકળી ગયો.

પોલીસનો કાફલો ઘટના સ્થળે પંહોચી વધુ તપાસ હાથ ધરી. હિમંતનગર હાઈવે પર થયેલ ભયાનક અકસ્માતની માહિતી મળતા જ ૧૦૮ સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કારનો નંબર નો સવારે અકસ્માત થયો. આ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોમાંથી ૭ લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગે કારને કાપી તમામ મૃતદેહો બહાર કાઢ્યા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસ કાર નંબર પરથી મૃતકોના નામ અને વધુ માહિતીની કામગીરી કરી રહી છે. ઉપરાંત પોતાની તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ જાણી આગળની કાર્યવાહી કરશે.

Related Posts