fbpx
રાષ્ટ્રીય

હિંસા કોઇ સમાધાન નથી, નુકસાન આપણા દેશનું જ થશેઃ રાહુલ ગાંધી


ખેડૂતોની ટ્રેક્ટર રેલીએ દિલ્હીના રસ્તાઓ પર હિંસાનું સ્વરૂપ લીધું છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં મંગળવારના હિંસા થઈ છે. આ દરમિયાન કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હિંસાની નિંદા કરી છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું કે હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી.
કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી ટ્‌વીટ કરીને લખવામાં આવ્યું કે, હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી, ઇજા કોઈને પણ થાય, નુકસાન આપણા જ દેશનું થશે. દેશહિત માટે કૃષિ-વિરોધી કાયદા પાછા લો.

Follow Me:

Related Posts