fbpx
રાષ્ટ્રીય

હિંસા વચ્ચે મણિપુરમાં ૭૦૦થી વધુ લોકોની ઘૂસણખોરી…

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. છેલ્લા બે મહિનાથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી જ્ઞાતિની હિંસા સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો હોવાના તાજેતરના વાઈરલ થયેલા વીડિયોએ સ્થિતિ વધુ વણસી છે. મણિપુરની આંતરિક સ્થિતિ હજુ સુધરી નથી, આ દરમિયાન વિદેશી ધરતી પરથી ઘૂસણખોરીના સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા બે દિવસમાં મ્યાનમાર સરહદેથી ૭૦૦થી વધુ લોકોની ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં મ્યાનમારમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થઈ છે, જેના પછી રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે આ અંગે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે અને આટલી મોટી સંખ્યામાં લોકોના આગમન અંગે માહિતી માંગી છે. મણિપુર સરકારે પૂછ્યું છે કે ૨૨ થી ૨૩ જુલાઈ વચ્ચે મ્યાનમારના ૭૧૯ નાગરિકોને ભારતમાં કેવી રીતે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. પૂછવામાં આવ્યું છે કે આ લોકોને જરૂરી કાગળો વગર ભારતમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો. મણિપુર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ સમયગાળા દરમિયાન ૭૧૮ લોકો પ્રવેશ્યા છે, જેમાં ૨૦૯ પુરૂષો, ૨૦૮ મહિલાઓ અને ૩૦૧ બાળકોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સરકારે આસામ રાઈફલ્સને ભારતમાં પ્રવેશને લઈને કડક બનવાનો આદેશ આપ્યો હતો. વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ૭૧૮ નાગરિકોના પ્રવેશ પર ખૂબ જ કડક નજર રાખી રહી છે. સરકારે હવે આ મામલામાં આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે અને એમ પણ કહ્યું છે કે જાે શક્ય હોય તો તેમને ચંદેલ જિલ્લામાંથી તરત જ પાછા મોકલવામાં આવે. મણિપુરમાં અત્યારે હાલની સ્થિતિ જાે તમને જણાવીએ તો, મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસાનું વાતાવરણ છે, જે ૪ મેથી શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે, જ્યારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને અન્ય ઘણા નિયંત્રણો છે. હાલમાં જ મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી અને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મણિપુરને લઈને દેશની સંસદમાં પણ હંગામો થઈ રહ્યો છે, વિપક્ષ સતત મણિપુર પર વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યો છે. બીજી તરફ સરકાર તરફથી ચર્ચા થઈ રહી છે, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી આ અંગે ગૃહમાં નિવેદન આપશે, વડાપ્રધાને પોતાની વાત પહેલેથી જ રાખી છે.

Follow Me:

Related Posts