તુમાકુરુ જિલ્લાની જૈન ઁેં કૉલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી લેક્ચરર (ગેસ્ટ) તરીકે ભણાવતી ચાંદની નાઝે એક પત્રમાં જણાવ્યું હતું કે, “હું અંગ્રેજી લેક્ચરરના પદ પરથી રાજીનામું આપી રહી છું. કારણ કે તમે (કોલેજ મેનેજમેન્ટ) મારી પાસે હિજાબ ઉતારીને ક્લાસમાં જવાની માગણી કરી હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી તમારી કોલેજમાં હિજાબ પહેરું છું. હું હિજાબ વગર કમ્ફર્ટેબલ નથી. ધર્મનો અધિકાર એ બંધારણીય અધિકાર છે જેને કોઈ નકારી શકે નહીં. ચાંદનીએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, ‘હું આ સંસ્થા સાથે ત્રણ વર્ષથી કામ કરી રહી છું. કૉલેજ મેનેજમેન્ટે મને ક્યારેય મારો હિજાબ ઉતારવાનું કહ્યું ન હતું અને મેં હંમેશની જેમ મારું કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ જ્યારે તેઓએ મને હિજાબ વિના ક્લાસમાં આવવાનું કહ્યું, ત્યારે તે મારા સ્વાભિમાનની વાત હતી અને મેં કોઈપણ પ્રકારની હોબાળો કર્યા વિના માત્ર રાજીનામું આપી દીધું હતું. (નાઝ) પાર્ટ-ટાઇમ લેક્ચરર હતી અને હિજાબ પહેરીને ક્લાસમાં હાજરી આપતી હતી. કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ પછી, અમે તેને સ્ટાફ રૂમમાં હિજાબ ઉતારીને ક્લાસમાં જવા કહ્યું હતું, પરંતુ તે આમ કરવા માંગતી ન હતી અને તેથી તેણે રાજીનામું આપ્યું હતું.” મંજુનાથે કહ્યું, ‘અમે એક છીએ. ખાનગી કોલેજાે છે. મેનેજમેન્ટ ગમે તે કહે, અમારે તેનું પાલન કરવું પડશે. અમને ચિંતા હતી કે જાે કોઈ લેક્ચરરને હિજાબ પહેરીને ભણાવવાની છૂટ આપવામાં આવશે તો મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ફરી આવું જ કરશે.કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યની ખાનગી પ્રિ-યુનિવર્સિટી કોલેજના અંગ્રેજી લેક્ચરરે હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ ન મળતા કોલેજ મેનેજમેન્ટને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું આપનાર લેક્ચરરનું કહેવું છે કે, આ તેમના સ્વાભિમાનની વાત છે. તે હિજાબ વિના ભણાવી શકતી નથી.
હિજાબ પહેરી ક્લાસમાં ન જવા દેતા લેક્ચરરે રાજીનામું આપ્યું

Recent Comments