હિટવેવની આગાહી: ગરમીથી બચવા માટે પીવો ‘કાચી કેરીનો બાફલો’, આ રીતે બનાવો ઘરે
આગામી દિવસોમાં હિટવેવની આગાહી છે ત્યારે આ ગરમીથી બચવું ખૂબ જરૂરી છે. તમે આ ગરમીમાં પોતાનું ધ્યાન રાખતા નથી તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ ગરમીમાં ચક્કર આવવા, માથુ દુખવુ જેવી બીજી અનેક સમસ્યાઓ થવા લાગે છે. આ ગરમીની સૌથી મોટી અસર સ્કિન પર પણ થાય છે. આમ, જો તમે આ બધી જ સમસ્યાઓથી બચવા ઇચ્છો છો તો કેરીનો બાફલો તમારે દિવસમાં એક વાર અચુક પીવો જોઇએ. આ પીવાથી તમને લૂ નહિં લાગે અને સાથે તમારી સ્ટેમિના પણ રહેશે.
સામગ્રી
100 ગ્રામ કાચી કેરી
3-4 ગ્લાસ પાણી
100 ગ્રામ ગોળ
1/4 ટી સ્પૂન મરચું
1/2 ટી સ્પૂન શેકેલું જીરું
સ્વાદાનુંસાર મીઠુ
બનાવવાની રીત
- કેરીનો બાફલો બનાવવા માટે સૌ પ્રથમ કેરીને બરાબર ધોઈ લો.
- ત્યારબાદ છોડાં સાથે બાફીને તેનો ગર કાઢી લો.
- હવે એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લો અને એમાં ગોળનો ભૂકો ઓગાળો.
- ત્યારબાદ હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો.
- તેમાં મીઠું, મરચું અને શેકેલું જીરું ઉમેરો.
- ફ્રિજમાં ઠંડુ કરીને હવે સર્વ કરો.
- તો તૈયાર છે કાચી કેરીનો બાફલો.
- કાચી કેરીનો બાફલો દરેક લોકોએ ઉનાળામાં પીવો જોઇએ.
- આ પીવાથી તમે ગરમીથી બચી શકો છો અને સાથે લૂ પણ લાગતી નથી.
- કાચી કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે ગરમી સામે બચાવવા માટેની પૂરતી તાકાત ધરાવે છે.
- તમે કાચી કેરીનો બાફલો બળકોને ગરમીમાં પીવડાવો છો તો પણ સૌથી બેસ્ટ છે.
Recent Comments