અમરેલી

હિટવેવ સામે સાવધાન

વધતી જતી ગરમી અને તાપથી નાગરિકોને બચાવવા માટે ૧૦૮ ઇમરજન્સી નુ તંત્ર સજાગ, ગરમી અને તાપ થી બચવાના સૂચનો જાહેર કરાયા ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે અને સૂર્ય દેવતાએ તેમનો પ્રકોણ બતાવવાનું ચાલુ કરી દીધું છે, પૃથ્વી પર વૃક્ષો ઘટતા ગયા છે અને ગ્રીન કવર ઘટતું જાય છે, તેમ તેમ ગરમી નુ પ્રમાણ વધતું જાય છે. ત્યારે આ વધતી જતી ગરમી અને તાપ થી નાગરિકોને બચાવવા માટે ૧૦૮નુ તંત્ર સજાગ બન્યું છે.વધતી ગરમીના લીધે લૂ લાગવાના તથા બેભાન બનવાના બનાવો વધે તે પહેલાં નાગરિકો એ શું કાળજી રાખવી જોઈએ તે માટે ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા લોક ઉપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઈને અમરેલીના નગરજનો અને અમરેલી જિલ્લાના નાગરિકો ઉનાળાના બપોરના ધોમધખતા તડકથી પોતાને કઈ રીતે રક્ષણ કરી શકે છે. 

સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ લાંબા આખી બાંય ના કપડા પહેરવા.મોઢાથી પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ જેમાં સાદું પાણી,. લીંબુ પાણી, ઓ.આર.એસ. છાસ, જ્યુસ વગેરે નો ઉપયોગ કરી શકાય.નાનાં બાળકો અને મોટી ઉંમરની વ્યકિતઓને ગરમીમાં બહાર ન દેવા જોઈએ. ગરમીની સહેજ પણ અસર વર્તાય તો તરત નજીકના દવાખાને ડોક્ટર નો સંપર્ક કરવો.લૂ લાગવાના ચિન્હો જણાય તો તરત જ ૧૦૮ ને મદદ માટે કૉલ કરવો જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો હિતાવહ છે.

લૂ લાગેલા વ્યક્તિને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતા મૂકી શકાય.આઈસ પેક જો હોય તો ઝાંગ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે.લેબર વર્કરો જો તડકામાં કામ કરતાં હોય તો દર ૨ કલાકે છાંયડામાં ૧૫ / ૨૦ મિનિટ આરામ લેવો જોઈએ.ગરમીની ઋતમાં બજારુ, ઉઘાડો ને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, જેથી ઝાડા ઉલ્ટી જેવી બીમારીથી બચી શકાય.

Related Posts