બોલિવૂડ

હિના ખાનનો બોસ લેડી લુક વાયરલ

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ લેટેસ્ટ તસવીરોમાં હિના ખાન બોસ લેડી લુકમાં તેના ફેન્સને દિવાના બનાવતી જાેવા મળી રહી છે.

તસવીરોમાં હિના ખાન બ્લુ કલરના પેન્ટ-સૂટમાં અલગ અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. હિના ખાનનો પેન્ટ-સૂટ થોડો લૂઝ-ફિટિંગ છે, જે તેના પર એકદમ સ્ટાઈલિશ લાગે છે. તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે પ્રેમ શું છે.. અને બ્લુ હાર્ટ ઈમોજી પણ શેર કર્યું.

હિના ખાને તેના ગળામાં એક હેવી ગોલ્ડ ચેન, રિંગ્સ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખૂબ સુંદર, બિગ બોસ ક્વીન, સો અડોરેબલ, લુકિંગ સો ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જાેવા મળે છે.

Related Posts