હિના ખાનનો વીડિયો વાયરલ, નેટીઝન્સ હિના ખાનથી નારાજ, કરી રહ્યા છે હિનાને ટ્રોલ
સ્ટાર પ્લસની ફેમસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં પ્રખ્યાત બનેલી એક્ટ્રેસ હિના ખાન ઘણીવાર પોતાની ફેશન અને લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે નિર્માતા આનંદ પંડિતના ૬૦મા જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઈ હતી. પાર્ટીમાં તેણે પાપારાઝીની સામે ફોટો પડાવ્યા હતા. આ પોઝ આપતી વખતે તેણે પાપારાઝીને કંઈક કહ્યું, જેને સાંભળીને નેટીઝન્સ તેની ટીકા કરી રહ્યા છે. નેટીઝન્સે કહ્યું, હિના ખાન ખૂબ જ ઘમંડી છે, તેનું વલણ સારું નથી. હિનાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. હિના ખાન પાર્ટીમાં પહોંચતા જ પાપારાઝીએ તેની તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન એક પાપારાઝીએ હિનાને પોઝ આપવા કહ્યું. તેના પર તેણે જે રીતે પ્રતિક્રિયા આપી તે નેટીઝન્સને પસંદ ન આવી. જેના કારણે હિનાને ટ્રોલ કરવામાં આવી રહી છે.
પાપારાઝી પોઝ આપવાનું કહેતાની સાથે જ હિના તેમને કહે છે, “ઠીક છે, હવે તમે મને પોઝ કેવી રીતે આપવા તે કહી રહ્યા છો?” તો તે પણ વ્યંગમાં તાળી પાડે છે. હિનાનું આ વર્તન નેટીઝન્સને બિલકુલ પસંદ ન આવ્યું.. તેનું વર્તન ઘણું ખરાબ છે. તેને આવો જવાબ આપવાની કોઈ જરૂર નહોતી. એકે લખ્યું, અહંકારી, કેમેરામેન પોતાનું કામ કરી રહ્યો હતો. પરંતુ બીજાએ કહ્યું કે, હિનાનું આ વર્તન બિલકુલ યોગ્ય નથી. તે હા કે ના કહીને જઈ શકતી હતી.પરંતુ વધુ પડતું વલણ બતાવવાની જરૂર નથી, નેટીઝન્સે તેમને કહ્યું. પાર્ટીમાં હિનાએ ડાર્ક પર્પલ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કાજાેલ, સલમાન ખાન, જેકી શ્રોફ, હિમેશ રેશમિયા, રિતિક રોશન, રાકેશ રોશન, અમીષા પટેલ જેવી ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.
Recent Comments