fbpx
અમરેલી

હિન્દુત્વવાદી પાર્ટીનો ઢોંગ કરતી ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો આવ્યો સામે : પરેશ ધાનાણી

ગુજરાતની ભાજપ સરકાર દ્રારા હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રીનો ગોૈરવવંતો તહેવાર માં ગરબા ઉપર ૧૮% નકત નાંખી આ ભારતીય જનતા પાર્ટીનો હિન્દુત્વનો નકાબ ઉતરી ગયો છે, અને તેનો અસલી ચહેરો આજે ગુજરાતની જનતા સમક્ષ પ્રગટ થઈ ગયો છે, માત્રને માત્ર હિન્દુંત્વના નામે મત લેવા સિવાય કોઈ જ કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી, હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રીમાં ગરબા રમવાની પરંપરાગત વર્ષોથી યોજાય છે અને તેની સાથે હિન્દુ ધર્મની આસ્થા જોડાયેલી છે, આ નવરાત્રીમાં ગરબા રમવા ઉપર ભાજપ સરકારે ૧૮% નકત નાંખી હિન્દુઓની આસ્થાઓને ઠેસ પહોચાડીને ઘોર પાપ કર્યું છે, જેનું પરીણામ આગામી સમયમાં ભાજપને ભોગવવું પડશે.

Follow Me:

Related Posts