fbpx
ગુજરાત

હિન્દુસ્તાનનું દિલ હવે દિલ્હી નહીં ગુજરાત છે : એમ.એસ.બીટા

ગુજરાતે રાષ્ટ્રને બે મજબૂત યોદ્ધા અમિત શાહ અને નરેન્દ્ર મોદી આપ્યા છે. પહેલા દેશનું દિલ દિલ્હી હતું પરંતુ હાલમાં ગુજરાત બન્યું છે. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન મજબૂત બન્યું છે. એક સમયે અમરીકાએ નરેન્દ્ર મોદીને એન્ટ્રી આપી ન હતી, અત્યારે સમગ્ર વિશ્વ પલક બિછાવીને તેમનું સ્વાગત કરે છે. ૧૫ ઓગષ્ટ આવી રહી છે ત્યારે તિરંગા અંગે એટલું જ કહીશ કે, યુકેનમાં યુદ્ધ થયું ત્યારે ભારતના જ નહીં અન્ય દેશોના પણ પાકિસ્તાન, બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ ભારતનો તિરંગો હાથમાં લઇ અને સુરક્ષિત ઘરે પહોંચ્યા હતા.

હર ઘર તિરંગા અભિયાનને પણ સરહાનીય ગણાવ્યું હતું.પાટણ જિલ્લામાં ભદ્ર સાધના પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટ રાધનપુર ખાતે આવેલા જૈન સમાજના મંદિરની મુલાકાતે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરિરિસ્ટ ફન્ટના ચેરમેન એમ.એસ.બીટા આવી પહોંચ્યા હતાં. જેઓએ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું. એમ.એસ.બીટા બે દિવસ પાટણ જિલ્લામાં રોકાણ કરી વિવિધ સ્થળોની મુલાકાત લેશે. એમ.એસ.બીટાની ઓચિંતી મુલાકાતથી રાધનપુર સહિત જિલ્લાનું વહીવટીતંત્ર સજજ બન્યું હતું. તેમના પ્રવાસને લઈ આયોજનમાં લાગ્યું હતું.

Follow Me:

Related Posts