હિન્દુસ્તાન કી અંતિમ દુકાનની તસ્વીર શેર કરતા આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ જે દુકાનની તસવીર રીટ્વીટ કરી છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. ખાસ વાત એ છે કે આ દુકાન ચીનની સરહદ પર સ્થિત માના ગામમાં બનેલી છે. મળતી માહિતી મુજબ, તેને ચંદર સિંહ બરવાલ ચલાવે છે. તેણે આ ચાની દુકાન લગભગ ૨૫ વર્ષ પહેલા શરૂ કરી હતી. અહીં આવતા પ્રવાસીઓમાં આ દુકાન ખૂબ જ લોકપ્રિય છે. અહીં ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓ આ દુકાનમાંથી ચા અને મેગી વગર આગળ વધતા નથી. ગામની નજીકના મેઇન રોડ પર એક બોર્ડ પણ લખેલું છે કે માના ગામ આ સરહદ પરનું છેલ્લું ભારતીય ગામ છે.
અહીં આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે માના ગામનું જૂનું નામ મણિભદ્રપુરમ હતું.અહીંના સ્થાનિક લોકો તેને મહાભારતની વાર્તા સાથે જાેડે છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી લોકોએ તેની સાથે જાેડાયેલી વાતો કહેવાનું શરૂ કર્યું. કહેવાય છે કે પાંડવો આ રસ્તેથી સ્વર્ગમાં ગયા હતા. આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી, ‘હિન્દુસ્તાન કી અંતિમ દુકાન’ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકોએ અહીં તેમના અનુભવો અને તસવીરો શેર કરવાનું શરૂ કર્યું. આ પછી આનંદ મહિન્દ્રાએ ફરી ટિ્વટ કરીને લખ્યું કે લોકો જાેરદાર પ્રતિસાદ આપી રહ્યા છે અને જબરદસ્ત તસવીરો પણ મળી રહી છે.
હું તેમાંથી કેટલાક શેર કરવા જઈ રહ્યો છું.દેશના જાણીતા બીઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ પ્લેટફોર્મ પર ઘણા સક્રિય હોય છે, અને અવારનવાર સોશિયલ મીડિયા પર રોચક જાણકારી શેર કરતા હોય છે. તાજેતરમાં તેમણે ટિ્વટ કરી ‘હિન્દુસ્તાન કી અંતિમ દુકાન’ ની તસવીર શેર કરી હતી.’હિન્દુસ્તાન કી અંતિમ દુકાન’ તસવીરને રીટ્વીટ કરીને, તેણે પૂછ્યું, “શું તે દેશના સૌથી ખાસ સેલ્ફી સ્થળોમાંનું એક નથી?” આ જગ્યાએ એક કપ ચા પીવી ખુબ મહત્વની હશે.
Recent Comments