fbpx
રાષ્ટ્રીય

હિન્દુ છોકરીના ધર્માંતરણ કરી જબરદસ્તી નિકાહ કરાવ્યા

પાકિસ્તાનમાં હિન્દુ છોકરી સાથે અત્યાચારનો મામલો ફરી સામ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહેલા હિન્દુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ મુસ્લિમ યુવક સાથે તેના નિકાહ કરવામાં આવ્યા. પીડિત પરિવારજનો તેમની દીકરી માટે પાછી મેળવવા માટે અપીલ કરી રહ્યા છે. હિન્દુ સમાજના લોકોએ તને લઇને વિરોધ પ્રદર્શન પણ કર્યો.

કરીના નામની છોકરીનું એક અઠવાડિયા પહેલા દાદુના કાઝી અહમદ વિસ્તારના ઉન્નાર મોહલ્લામાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજના લોકો છોકરીને જલદીથી જલદી પરત મેળવવાની માંગ કરી રહ્યા છે. હિન્દુ સમાજના સભ્યોએ મંગળવારના નવાબશાહમાં ઝરદારી હાઉસ સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું. નારાજ લોકોએ મુખ્ય રસ્તા પર માર્ચ પણ કરી. પ્રદર્શનકારીઓએ પોલીસની સામે નાર પણ લગાવ્યા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે છોકરી પરત લાવવામાં મદદ કરવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ પણ કરી છે.

હિન્દુ છોકરીએ એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમમાં ભાગીને કરાચીની એક કોર્ટમાં નિકાહ કર્યા છે. સ્થાનિક પોલીસે કહ્યું કે, કરીનાનું અપહરણ થયું નથી. તે ખલીલ રેહમાન જાેનો સાથે ભાગી ગઈ હતી અને કરાચીમાં કોર્ટમાં મેરેજ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સુંદરમલની ફરિયાદ પર ધારા ૩૬૫-બી હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંદી ખલીલના પિતા અસગર જાેનોની ધરપકડ કરી છે. આ ઘટના પર દેશના અલગ અલગ માનવાધિકાર સંગઠનોએ ટિકા કરી છે.

Follow Me:

Related Posts