રાષ્ટ્રીય

હિન્દુ શિક્ષકે ક્લાસમાં ભણાવતી વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા સસ્પેન્ડ કરાયા

એક હિન્દુ શિક્ષકને ઈસ્લામનું અપમાન કરવા બદલ સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષક પર આરોપ છે કે, તેણે ભણાવતી વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. બાળકોની ફરિયાદ બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાે કે, શિક્ષકે તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આરોપી શિક્ષકે કહ્યું કે, ‘હું બાળકોને બાયોલોજી ભણાવતો હતો. મને ખબર નથી કે, બાળકોએ મારી વિરુદ્ધ શા માટે ફરિયાદ કરી.મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ઘટના ૨૫ જાન્યુઆરીની છે.

આરોપી શિક્ષક ધોરણ ૮ ના બાળકોને ભણાવતા હતા. વર્ગ પૂરો થયા પછી, કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, શિક્ષકે ભણાવતી વખતે ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી બાળકોએ સ્કૂલના પ્રિન્સિપાલની સામે આ મુદ્દો ઉઠાવ્યો અને શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીએ શાળામાં હંગામો મચાવ્યો હતો. આ પછી પ્રિન્સિપાલે નારાજ બાળકોને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મામલો સામે આવ્યા બાદ બાળકોના માતા-પિતા અને કેટલાક મૌલવીઓ સ્કૂલની સામે એકઠા થઈ ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા. લોકોએ આરોપી શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ પછી સ્કૂલ મેનેજમેન્ટ દબાણમાં આવ્યું અને શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મામલો સામે આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આ સાથે ૩ દિવસમાં રિપોર્ટ આપવા પણ કહેવામાં આવ્યું છે. જાે કે, હિંદુ શિક્ષકે તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, હું વર્ગમાં માત્ર વિજ્ઞાનની વાત કરતો હતો. મેં વિદ્યાર્થીઓને તમામ દેવી-દેવતાઓનું સન્માન કરવાનું પણ કહ્યું હતું. કદાચ તેમણે તેનો ખોટો મતલબ લીધો હશે. મને સમજાતું નથી કે, તેઓએ મારી સાથે આવું કેમ કર્યું.

Related Posts