fbpx
રાષ્ટ્રીય

હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી ઘરો તબાહ થઈ ગયા છે. અનેક પ્રોજેક્ટ્‌સને નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં મણિકર્ણમાં પણ ટુરિસ્ટ કેમ્પ ડેમેજ થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યાં મુજબ બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં પુર આવી ગયું. આ કારણે ત્યાં હાલાત બેકાબૂ થઈ ગયા. પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં લાગ્યું છે. વાદળ ફાટવાના કારણે આવેલા પુરમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૬ લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. આ બાજુ કુલ્લુના એસપી ગુરુદેવ શર્માએ જણાવ્યું કે જિલ્લામાં વરસાદના કારણે પુરના હાલાત છે. પરંતુ ટીમો હાલ બચાવ કાર્યમાં લાગી છે. મળતી માહિતી મુજબ કુલ્લુના ચોઝગામ નાલામાં વાદળ ફાટ્યા બાદ આવેલા પુરમાં અનેક ઘર વહી ગયા છે. ૨ કેમ્પિંગ સાઈટ પણ વહી ગઈ છે.

મળતી માહિતી મુજબ ચલ્લાલ પંચાયતના છોઝ ગામમાં સવારે લગભગ ૬ વાગે વાદળ ફાટ્યા બાદથી ૬ લોકો ગૂમ થઈ ગયા હતા. અચાનક આવેલા પુરથી ઓછામાં ઓછા પાંચ પશુઓ પણ તણાઈ ગયા છે. કુલ્લુમાં મંગલવારની રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળ ફાટવાથી આવેલા પુરના કારણે હાલ પ્રશાસનને બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. એસપી ગુરુદેવ શર્માએ જણાવ્યું કે નાલામાં વાદળ ફાટવાની સૂચના મળી છે અને પોલીસ તથા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ સુક્ષિત સ્થળોએ રહે અને નદીઓના કિનારે ન જાય. કુલ્લુમાં વાદળ ફાટવાથી નદીઓના પાણીના સ્તર વધી ગયા છે. જેને કારણે પુર જેવા હાલાત થયા છે. પાર્વતી નદીનું પાણીનું સ્તર વધવાથી સંકટ વધ્યું છે. કારણ કે નદીનું પાણી આજુબાજુના ગામમાં પહોંચી ગયું છે.

Follow Me:

Related Posts