fbpx
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પર્યટન કારોબાર માટે ફાયદાકારક, પરંતુ ક્યારેક મનોરંજન કરવા આવતા પ્રવાસીઓ માટે આ મોટી સમસ્યા

હિમાચલ પ્રદેશમાં એપ્રિલ મહિનામાં થઇ રહેલી હિમવર્ષા પર્યટન કારોબાર માટે ખુબજ ફાયદાકારક સબીટ થઈ રહ્યું છે પણ ક્યારેક મનોરંજન કરવા આવતા પ્રવાસીઓ માટે આ મોટી સમસ્યા બની જતી હોય છે. કારણ કે ભારી હિમવર્ષાના કારણે અટલ ટનલ રોહતાંગથીધુંધી સુધીના રસ્તા પર બરફનું મોટું પડ છવાયગયુહતુ. આ કારણે ટનલમાં ઘણા બધા વાહનો ફસાઇ ગયા છે. અત્યારે અટલ ટનલથી અવર જવર શરૂ થઇ નથી.

ટનલમાંફસાયેલીગાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ૧૦ કલાક સુધી રેસ્ક્યુચાલ્યુહતુ. મનાલી પોલીસ અને મનાલીપ્રશાસનની સખત મહેનત બાદ વાહનોને સુરક્ષિત રીતે મનાલી મોકલવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે બધા પર્યટકોલાહોર બાજુ જઇ રહ્યા હતા. ત્યારે વરસાદ પડી રહ્યો હતો. ત્યારબાદ ૧૧ વાગ્યા પછી હિમવર્ષા શરૂ થઇ હતી. ત્યાર સુધી સોલંગનાળાથીલાહોર બાજુ ૧૨૦૦થી પણ વધુ વાહનો લાહોરઘાટીમાં પ્રવેશી ચુક્યા હતા.
લાહોર કરતાં મનાલી તરફની ટનલનાસાઉથપોર્ટલમાં બરફની સ્પીડ વધી હતી . જેના કારણે વાહન ફસાઇ ગયા હતા અને અટલ ટનલમાંપર્યટકોનાવાહનની લાંબી લાઇન હતી. ૧૨૦૦ વાહનોમાં૮૦૦ જેટલા પર્યટકોફસાઇ ગયા હતા. બરફની સ્પીડવધતામનાલી પોલીસે પર્યટકોને પાછા મોકલવાનુ શરૂ કર્યુહતુ.

બપોરે ૩ વાગે ડ્ઢઝ્રઁ મનાલીના નેતૃત્વમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુહતુ. સાઉથપોર્ટલમનાલી પાસે ૭ ઇંચ જ્યારે નૉર્થપોર્ટલમાંલાહોર પાસે ૫ ઇંચ હિમવર્ષા થઇ હતી. ખુશીની વાત તો એ છે કે રાત્રે ૧૨ વાગ્યે સુધી બઘાવાહનોની સાથે સવારે બધા જ લોકોને સુરક્ષિત મનાલીપહોંચતા કર્યા હતા.

મંગળવારે હવામાન સાફ થતાની સાથે જ મ્ઇર્ં એ રસ્તા પર જમા થયેલો બરફ હટાવવાનું કામ શરૂ કર્યું. ફરી એકવાર અટલ ટનલથીવાહનોની અવરજવર શરૂ થશે. ડીસીકુલ્લુતોરુલ એસ રવીશે કહ્યું કે ભારે હિમવર્ષાના કારણે સોલંગનાલાથીધુંધી અને નોર્થપોર્ટલ સુધી લગભગ ૧૨૦૦ વાહનો ફસાયા હતા અને લગભગ ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

Follow Me:

Related Posts