હિમેશ રેશમિયાએ સવાઇ ભટ્ટની સાથે તેનું આલબમ ‘હિમેશ કે દિલ સે’ની જાહેરાત કરી
ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ સિંગિંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઇડલ ૧૨ સતત ચર્ચામાં છે. શોમાંથી હાલમાં જ સવાઇ ભટ્ટ બહાર થઇ ગયો. તેનું એલિમિનેશન દર્શકોને પસંદ ન આવ્યું. સવાઇનાં બહાર આવતાં જ એક વખત ફરી શો ચર્ચામાં આવી ગયો છે. દર્શકોએ ઇન્ડિયન આઇડલ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે અને શોને ફિક્સ્ડ હોવાની વાત પણ જણાવી છે. સવાઇ ભટ્ટનાં એલિમિનેશન પર તેનાં ફેન્સ દુખી છે. તેણે શોની બહાર થતા જ ટિ્વટર પર સવાઇ ભટ્ટનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું છે. ફેન્સે તેનાં શોમાંથી એલિમિનેટ થવા પર ગુસ્સો પણ જાહેર કર્યો છે. ફેન્સે તેનાં શોમાંથી બહાર આવવા પર ગુસ્સો જાહેર કર્યો છે. પણ હવે તેનાં ફેન્સ માટે એક ખુશ ખબર છે.
હિમેશ રેશમિયાએ સવાઇ ભટ્ટની સાથે તેનું મ્યૂઝિક આલબમ લાવવાની જાહેરાત કરી છે. બે બ્લોકબસ્ટર આલબમની સફળતા બાદ હવે રોકસ્ટાર હિમેશ રેશમિયાએ ઇન્ડિયન આઇડલનાં સનસની સવાઇ ભટ્ટની સાથે તેનું આલબમ ‘હિમેશ કે દિલ સે’ની જાહેરાત કરી છે. જેમાં સવાઇની એક તસવીર શેર કરતાં ફેન્સને આ ખુશખબરી આપી છે.
તેણે તેની પોસ્ટમાં લખ્યું, ‘કંપોઝર તરીકે મારું પહેલું અને નવું આલબમ ‘હિમેશ કે દિલ સે’ મારા મ્યૂઝિક મેલોડીઝ પર રિલીઝ થશે. આ સોન્ગ્સ સવાઇ ભટ્ટ ગાશે. અને હાલમાં તેણે તેનું પહેલું સોન્ગ રેકોર્ડ કર્યું છે. અને આ આલબમનાં પહેલાં સોન્ગની રિલીઝ ડેટ આપની સાથે જલદી જ શેર કરીશ. આ એક સુંદર રોમેન્ટિક સોન્ગ છે. અને આપ સૌને આ ગીત અને ગીતમાં સવાઇનો અવાજ પસંદ આવશે. તેણે ધુનને ખુબજ સાવધાનીથી ગાઇ છે. ભલે આ તેનાં માટે એક ડેબ્યૂ જેવું હોય.’
Recent Comments