સંજય લીલા ભણસાલી બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક છે. નિર્દેશનની બાબતમાં સંજય લીલા ભણસાલીનો કોઈ મુકાબલો નથી. સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ ‘હીરામંડી’ને લઈને કેટલાક દિવસોથી નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ફરદીન ખાન આ સીરિઝથી લગભગ ૧૨ વર્ષ બાદ ર્ં્્ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે. સંજય લીલા ભણસાલી ૧૨ વર્ષથી પોતાની સીરિઝ ‘હીરામંડી’ બનાવવા માંગે છે. તેમની આ પીરિયડ ડ્રામા સિરીઝ ઘણા સમયથી ચર્ચામાં છે. માધુરી દીક્ષિત ઉપરાંત હુમા કુરેશી, સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, મુમતાઝ પણ આમાં મહત્વના રોલમાં છે.
આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક નવી માહિતી સામે આવી છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, જેકી શ્રોફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે આ સિરીઝમાં પણ મહત્વના રોલમાં જાેવા મળશે. અહીં એક ખાસ વાત એ છે કે સંજય લીલા ભણસાલી અને જેકી શ્રોફ ૨૦ વર્ષ પછી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ પહેલા બંનેએ વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દેવદાસ’માં સાથે કામ કર્યું હતું.
Recent Comments