fbpx
ગુજરાત

હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજાે, હાર્ટ એટેક નહિ આવે : મોરારીબાપુમહુવા ખાતે રામકથામાં બાપુએ પૂર્ણાહુતિ સમયે હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી

રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજાે એટેક નહી આવે. મહુવા ખાતે ચાલતી રામકથા ની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

મોરારી બાપુએ કથા દરમ્યાન મોટી સલાહ આપી હતી. તેમણે ભજન ગાતા સમયે તાળી પાડીને રામનું નામ લ્યો અને હાર્ટ એટેક અંગે વાત કરી હતી. મોરારી બાપુએ કથામાં કહ્યું કે, હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાના લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલીને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજાે, હાર્ટ એટેક નહિ આવે.

Follow Me:

Related Posts