ગુજરાતને આગળ લઇ જવા માટે દિલ્હીની સરકાર અને ગાંધીનગરની સરકાર પ્રયત્ન કરી રહી છે તેમ ગુજરાતની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરત થી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. એમએસઇ ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી છે. આજે બંદરો ધમ ધમી રહ્યા છે.આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. વન ડિસ્ટ્રીક વન પ્રોડકટનું મોટુ અભિયાન આપણે આખા દેશમાં શરૂ કર્યુ છે. ગુજરાતને આગળ લઇ જવા માટે દિલ્હીની સરકાર અને ગાંઘીનગરની સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.
આયુષ્યમાન યોજના અંગે જણાવ્યું કે આ યોજનાથી યુરોપના દેશોની સંખ્યા કરતા વધુ લોકો લાભ લે તેવી યોજના છે અને 50 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ સુઘીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ગરીબ અને ગરીબોને પડતી તકલીફ મારે ચોપડે નથી વાંચવી પડી,ટીવીના પડદા પર નથી જવું પડતું. ગુજરાતની માતાઓને કહેવા માંગુ છું કે દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે માતાઓને દુખ ન પડે, રૂપિયાના અભાવે સારવાર ન અટકે તે કામ આયુષ્યમાન યોજનાથી થશે. મને આનંદ છે કે આ હોસ્પિટલમાં પણ આયુષ્યમાન યોજનાનો લાભ મળશે.
Recent Comments