હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી શાખપુર ગ્રામ પંચાયત નું કામ અધૂરું વિકાસ પાંચ વર્ષ થી લટકી રહ્યો છે સરપંચ ની આંદોલન ની ચેતવણી
લાઠી તાલુકા ના શાખપુર ગામે ચાર પાંચ વર્ષથી ગ્રામ પંચાયત નું કામ અધૂરું સ્થાનિક સરપંચ ની વારંવાર ની રજુઆત છતાં ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગનું કામ હજુ પૂર્ણ કરવામાં આવેલ નથી અનેક વખત તાલુકા જિલ્લા સંકલન સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરવા છતાં કોઈપણ જાત ની કાર્યવાહી થયેલ નથી હાલ શાખપુર ગામે ગ્રામ પંચાયત બિલ્ડીંગ પણ નથી અને હવે સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે કલેકટર શ્રી અમરેલી અને જિલ્લા વિકાસ અધિકારી રૂબરૂ મુલાકાત કરી અને આ બાબતે ચર્ચા કરવા એપોઇન્ટમેન્ટ પણ માંગી અને રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને અધૂરું ગ્રામ પંચાયત કચેરીનું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરાશે જો આ રજૂઆતમાં ઉકેલ નહીં આવે તો થોડા સમયની અંદર જ જિલ્લા વિકાસ અધિકારી સામે ઉપવાસ ઉપર બેસવાની પણ જાહેરાત કરાશે જેવું એક અખબાર યાદીમાં સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા જણાવાયું છે રાજ્ય ના મુખ્યમંત્રી કાર્યાલય ને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઓનલાઇન જવાબ અપાયો સત્તા કોઈપણ પ્રકારની કામગીરી થયેલ નથીલાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગ ના અધુરા ગામ બાબતે ફરી ભૂત ધુણાવવા સરપંચ મેદાને પાંચ વર્ષ થી વિકાસ લટકી રહ્યો છે
Recent Comments