પશ્ચિમ બંગાળના બારાસતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જૂની ઘટના સંભળાવી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેમના ખિસ્સામાં પૈસા નથી, પરંતુ તેઓ ક્યારેય ભૂખ્યા નથી રહ્યા. નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ નાની ઉંમરે ઘર છોડી ગયો હતો. બેગ લઈને ઘરેથી નીકળ્યો હતો. દેશના ખૂણે ખૂણે ભટકતો હતો. કંઈક શોધતો હતો. મારા ખિસ્સામાં ક્યારેય એક પણ પૈસો નહોતો, પણ કોઈ કુટુંબ, કોઈ બહેન મને પૂછે કે મારા ભાઈએ ખાવાનું ખાધું છે કે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે આજે હું દેશવાસીઓને કહું છું કે વર્ષો સુધી હું એક પણ પૈસો વગર ખભા પર થેલી લઈને ફરતો રહ્યો, પરંતુ હું એક દિવસ પણ ભૂખ્યો નથી રહ્યો. એટલા માટે હું કહું છું કે આ ૧૪૦ કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. તેમણે કહ્યું કે આજે દેશનો દરેક ગરીબ, દરેક ખેડૂત, દરેક યુવા, દરેક બહેન અને દીકરી કહી રહ્યા છે કે હું મોદીનો પરિવાર છું! પીએમએ કહ્યું કે જ્યારે મોદીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ માતાઓ, બહેનો અને દીકરીઓ ઢાલ બનીને ઊભી રહે છે. મોદીના શરીરનો દરેક કણ અને તેમના જીવનની દરેક ક્ષણ આ પરિવારને સમર્પિત છે.
પીએમ મોદીએ સંદેશખાલી ઘટનાની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સંદેશખાલીમાં ટીએમસીએ ઘોર પાપ કર્યું છે. આ ઘટનાથી મહિલા શક્તિમાં રોષ જાેવા મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર બહેનો અને દીકરીઓ પર વિશ્વાસ નથી કરતી. ટીએમસી સરકાર મહિલાઓનું કલ્યાણ ઈચ્છતી નથી. મમતા સરકાર બહેન-દીકરીઓને સુરક્ષા આપી શકતી નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારોને બચાવવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારને પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે.


















Recent Comments