લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત જિલ્લામાં ભાવનગત સાહેર સહિત અનેક સ્થળોએ ’હું મતદાર છું, હું ચોક્કસ મતદાન કરીશ’ ના સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, સિટી મામલતદાર ઓફિસ, ગ્રામ્ય મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ ભાવનગર, એસ. ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ, ખોડિયાર મંદિર, બગદાણા બાપા સીતારામ મંદિર સહિત તમામ મામલતદાર કચેરી તથા તાલુકા કક્ષાએ સ્વીપ અંતર્ગત થતા કાર્યક્રમમાં પણ આપણે સેલ્ફી પોઇન્ટ ગોઠવવામાં આવેલ છે.
આમ, આવા સતત અવર જવર રહેતી હોઈ એવા સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ગોઠવીને લોકોમાં મતદાન અંગેની જાગૃતતા વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વીપ અંતર્ગત થતા કાર્યક્રમોમા સેલ્ફી પોઇન્ટ ગોઠવીને અનેકવિધ કાર્યક્રમો થકી લોકોમાં જાગૃતતા કેળવાય તેવા કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે.
Recent Comments