હું મારી જિંદગીને કોઇ ટ્રોલરની દૃષ્ટિથી જાેઇ શકતની નથી : કરીના
અભિનેત્રી કરીના કપૂર ખાન સતત ચર્ચામાં રહે છે. તે કોઇને કોઇ કારણોસર સોશિયલ મિડીયા પર ટ્રોલ પણ થતી રહે છે. તેની બે ફિલ્મો લાલસિંહ ચઢ્ઢા અને તખ્ત આવી રહી છે. કરીના કપૂર ખાનનું કહેવું છે કે હું મારી જિંદગીને કોઇ ટ્રોલરની દૃષ્ટિથી જાેઇ શકતની નથી. કરીનાએ તેના દીકરાઓનાં નામ તૈમુર અને જહાંગીર રાખ્યાં છે. તેના દીકરાઓનાં નામને કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. તેમ જ તેની બુક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ’ને કારણે પણ તે ટ્રોલ થઇ હતી. આ વિશે વધુ જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘સાચું કહું તો આ નામ અમને ગમ્યાં હતાં બસ, બીજું કંઇ નહીં. આ નામ ખૂબ જ સુંદર છે અને અમારાં બાળકો પણ ખૂબ જ સુંદર છે. લોકો બાળકોને પણ ટ્રોલ કરે એ દુઃખની વાત ગણાય. પરંતુ મેં મારા કામ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હું મારી જિંદગીને કોઇપણ ટ્રોલર્સ શું કહે છે તેના દ્રષ્ટીકોણથી જાેવાનો કદી પણ પ્રયાસ કરતી નથી.
Recent Comments