fbpx
બોલિવૂડ

‘હું રણવીર સિંહ સાથે રેમ્પ પર ચાલવા માંગુ છુંઃ સની લિયોની

સની લિયોની તાજેતરમાં જ એક ઇવેન્ટમાં રેમ્પ વૉક કરતી જાેવા મળી હતી. રેમ્પ વૉક કરીને સની ખૂબ જ ઉત્સાહિત લાગી. આ દરમિયાન જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે જાે તેને કોઇ એક્ટર સાથે રેમ્પ વૉકનો મોકો મળે તો તે એક એક્ટર કોણ હશે? આ પર સનીએ રણવીર સિંહનું નામ લીધું. એટલું જ નહીં, સની દ્વારા આપેલા કારણને સાંભળીને તમે તમારા હાસ્યને રોકી શકશો નહીં. સનીએ કહ્યું હતું કે, ‘હું રણવીર સિંહ સાથે રેમ્પ પર ચાલવા માંગુ છું કારણ કે જ્યારે તે મારી સાથે રહેશે ત્યારે દરેકનું ધ્યાન તેના પર જ રહેશે. મને કોઈ જાેશે નહીં. જાે હું નીચે પડી જઈશ તો પણ કોઈ મારી તરફ જાેશે નહીં.
સનીની વાત સાંભળીને દીપિકા પાદુકોણ પણ ચોંકી જશે કે સનીએ તેના પતિ માટે આવો પ્લાન બનાવ્યો છે. તેના પહેલા રેમ્પ વૉકના અનુભવ વિશે વાત કરતા સનીએ કહ્યું, જ્યારે હું રેમ્પ વોક માટે ગઇ ત્યારે હું ખૂબ જ નર્વસ હતી. હું વિચારતી હતી કે દર વખતે મેં ટીવી પર મોડેલોને આ બધું કરતા જાેયા છે, હવે મારે તે જાતે જ કરવું પડશે. હું બહુ ઉંચી નહોતી તેથી હું ખૂબ ગભરાતી હતી. થોડા દિવસો પહેલા સનીએ લક્ઝરી કાર ખરીદી હતી.
સનીએ ફોટો શેર કર્યો અને તેના વિશે માહિતી આપી. ફોટો શેર કરતી વખતે સન્નીએ લખ્યું, ‘મેં આ નવી કાર ખરીદી છે. જ્યારે પણ હું તેને ચલાવું છું ત્યારે આનંદ થાય છે. ‘જણાવી દઈએ કે સની તાજેતરમાં જ ભારત આવી છે. તે લોકડાઉન દરમિયાન બાળકો અને પતિ સાથે યુએસ ગઈ હતી. પરંતુ કામના કારણે સનીને તેના પતિ સાથે પાછા આવવું પડ્યું.

Follow Me:

Related Posts